બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / આ તારીખે ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે મેદાન-એ-જંગ, પરંતુ ટક્કર પહેલાં જ...!
Last Updated: 12:35 PM, 10 June 2026
વુમન્સનો T20 વર્લ્ડ કપ 12 જૂનથી શરૂ થવાનો છે. આ ICC ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન 14 જૂને એકબીજા સામે ટકરાશે. મતલબ કે, થયો કે ભારત અને પાકિસ્તાન મહિલા T20 વર્લ્ડ કપ 2026 માં એકબીજા સામે રમીને કપની શરૂઆત કરશે. જોકે 14 જૂને ભારતનો સામનો કરતા પહેલા જ પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં પાકિસ્તાન ટીમના પ્રદર્શનને જોતાં એવું લાગે છે કે આ વખતે પણ તેમની હાર થશે.
ADVERTISEMENT
From dreaming it, to living it! 🏆🫡#HarmanpreetKaur feels that life has completely changed after winning the ODI World Cup, and the entire team is dreaming of keeping this golden run going! 🇮🇳✨
— Star Sports (@StarSportsIndia) June 10, 2026
ICC Women’s #T20WorldCup 2026 👉 #INDvPAK | SUN, 14th JUNE, 6 PM pic.twitter.com/SqKsY3EDHK
કેમ કે, T20 વર્લ્ડ કપ 2026 માં ભારતનો સામનો કરતા પહેલા પાકિસ્તાનને ઝટકો લાગ્યો હતો. જેમાં ટુર્નામેન્ટની તેમની પહેલી જ વોર્મ-અપ મેચમાં પાકિસ્તાનને સ્કોટલેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 9 જૂને ડર્બીમાં રમાયેલી ડકવર્થ-લુઇસ મેચમાં ફાતિમા સનાની પાકિસ્તાની ટીમનો સ્કોટલેન્ડ સામે 41 રનથી હાર થઇ હતી.
ADVERTISEMENT
આ વરસાદથી પ્રભાવિત મેચમાં પાકિસ્તાન વુમન્સ ટીમ સામે સ્કોટલેન્ડે પ્રથમ બેટિંગ કરી અને તેની કેપ્ટન કેથરિન બ્રાયસના 94 રનના દમ પર 20 ઓવરમાં 5 વિકેટે 187 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટોપની 4 બેટર 50 રનથી ઓછા રનમાં આઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન 60 રન સુધી પહોંચે તે પહેલાં જ તેની પાંચમી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વરસાદ શરૂ થયો અને પાકિસ્તાન ડકવર્થ-લુઈસ મેથડથી હાર્યું હતું.

ADVERTISEMENT
વોર્મ-અપ મેચમાં સ્કોટલેન્ડ સામે પાકિસ્તાનની હાર મોટી બાબત નથી. કેમ કે, સ્કોટલેન્ડ એક સારી ટીમ છે. જેમાં પાકિસ્તાનની વાત કરીએ તો છેલ્લા અઢી વર્ષમાં તેમનો ટ્રેક રેકોર્ડ જણાવે છે કે, પાકિસ્તાનની ટીમ કેટલી બેહતર છે. જેમાં પાકિસ્તાન વુમન્સ ટીમે છેલ્લા અઢી વર્ષમાં માત્ર એક જ T20I સિરીઝ જીતી છે અને તે પણ મહિલા FTPમાં નવી ટીમ ઝિમ્બાબ્વે સામે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, વુમન્સ T20 વર્લ્ડ કપ 2026 ની મુખ્ય મેચ શરૂ થયા બાદ પાકિસ્તાન મહિલા ટીમ ભારત સામે અભિયાનની શરૂઆત કરશે. આ મેચ પાકિસ્તાનની 10 વર્ષની તડપ સાથે પણ જોડાયેલી છે. જેમાં પાકિસ્તાને છેલ્લે 10 વર્ષ પહેલા મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું હતું. તેમને 2016 ના T20 વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું હતું. આ મેચમાં પાકિસ્તાની ટીમની જીતની રાહનો અંત આવશે? તે સવાલ પણ લોકોને થઇ રહ્યો છે. જેમાં છેલ્લા 4 T20 વર્લ્ડ કપમાં માત્ર એક જ મેચ જીતેલી પાકિસ્તાન મહિલા ટીમને જોતા એવું લાગે છે કે તેઓ જીતી શકશે નહીં.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.