બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ફ્રેન્ચ ઓપન 2026 ના નવા કિંગ બન્યા એલેક્ઝેન્ડર ઝ્વેરેવ: ત્રણ ફાઇનલની હાર બાદ આખરે સપનું પૂરું થયું
Last Updated: 12:49 AM, 8 June 2026
ટેનિસ જગતના સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ્સમાંના એક એવા ફ્રેન્ચ ઓપન 2026ને તેનો નવો રાજા મળી ગયો છે. જર્મનીના સ્ટાર ટેનિસ ખેલાડી એલેક્ઝેન્ડર ઝ્વેરેવે આખરે વર્ષોની રાહ અને ત્રણ મોટી હારના આઘાતને પાછળ છોડીને ઇતિહાસ રચી દીધો છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલી રોલાં ગેરોની લાલ માટી પર રમાયેલા પુરુષ સિંગલ્સના ફાઇનલ મુકાબલામાં ઝ્વેરેવે શાનદાર પ્રદર્શન કરીને પોતાના કરિયરનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પોતાના નામે કર્યું છે. આ ઐતિહાસિક વિજય સાથે જ તેઓ ફ્રેન્ચ ઓપન જીતનારા પ્રથમ જર્મન પુરુષ ખેલાડી બની ગયા છે.
ADVERTISEMENT
HE DID IT 🏆#RolandGarros pic.twitter.com/SFJgCRZon0
— Roland-Garros (@rolandgarros) June 7, 2026
ADVERTISEMENT
ફ્રેન્ચ ઓપનના મેન્સ સિંગલ્સના ફાઇનલમાં વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી એલેક્ઝેન્ડર ઝ્વેરેવ અને શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઇટાલીના ફ્લેવિયો કોબોલી વચ્ચે ટાઇટલ જીતવા માટે લોહીપાણી એક કરી દેનારો મુકાબલો ખેલાયો હતો. બંને ખેલાડીઓએ એક-એક પોઇન્ટ માટે જબરદસ્ત સંઘર્ષ કર્યો હતો. ઝ્વેરેવે આ મેચ કોબોલી સામે 6-1, 4-6, 6-4, 6-7 (5), 6-1 ના સ્કોરથી જીતી લીધી હતી. ચોથો સેટ ટાઈબ્રેકરમાં હાર્યા બાદ પણ જર્મન સ્ટારે હિંમત ન હારી અને પાંચમા સેટમાં કોબોલીને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલીને મેચ જીતી લીધી. જીતની ક્ષણે ઝ્વેરેવ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહી આવ્યા હતા. તેઓ કોર્ટ પર જ પીઠના બળે સૂઈ ગયા હતા અને હાથથી ચહેરો ઢાંકીને રડવા લાગ્યા હતા. ત્યારબાદ તેમણે સ્ટેન્ડ્સમાં જઈને પોતાના પરિવારને ગળે લગાવી આ જીતની ઉજવણી કરી હતી.
ADVERTISEMENT
આ ટૂર્નામેન્ટની શરૂઆતથી જ એલેક્ઝેન્ડર ઝ્વેરેવને ટાઇટલ જીતવા માટેના સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા. ટૂર્નામેન્ટના સમીકરણો ત્યારે વધુ બદલાયા જ્યારે ટોપ રેન્કિંગ ધરાવતા જાનિક સિનર અને 24 વખતની રેકોર્ડ ગ્રાન્ડ સ્લેમ વિજેતા નોવાક જોકોવિચ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા. આ ઉપરાંત, બે વખતના ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાજે ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા જ જમણા કાંડાની ઈજાના કારણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ તમામ પરિસ્થિતિઓનો ઝ્વેરેવે પૂરો ફાયદો ઉઠાવ્યો.
ADVERTISEMENT
મેન્સ ફાઇનલના એક દિવસ પહેલા એટલે કે શનિવારે રમાયેલી મહિલા સિંગલ્સની ફાઇનલમાં પણ ટેનિસ જગતને એક નવો ચહેરો મળ્યો હતો. રશિયાની માત્ર 19 વર્ષની યુવા ટેનિસ સનસનાટી મીરા આન્દ્રીવાએ ફ્રેન્ચ ઓપન 2026 નું વુમન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું છે. ફાઇનલ મુકાબલામાં તેમણે પોલેન્ડની માજા ચ્વાલિંસ્કાને હરાવીને પોતાના જીવનનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું છે.
આ પણ વાંચોઃ T20 ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, 6 નવા ચહેરાઓની એન્ટ્રી; 5ની એક્ઝિટ
ADVERTISEMENT
ટેનિસ રમતની અંદર એક કેલેન્ડર વર્ષમાં રમાતી ચાર સૌથી મોટી અને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ્સને સામૂહિક રીતે 'ગ્રાન્ડ સ્લેમ' કહેવામાં આવે છે. જેમાં આ ચાર ટૂર્નામેન્ટનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.