બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:56 PM, 5 June 2026
ગુજરાતના કૃષિ ક્ષેત્ર અને જગતના તાત ગણાતા ખેડૂતો માટે રાજ્ય સરકાર તરફથી એક અત્યંત આનંદના અને મોટા સમાચાર સામે આવ્યા છે. ખેતીકામને વધુ સરળ, આધુનિક અને આર્થિક રીતે પોષાય તેવું બનાવવા માટે સરકારે એક મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજનાની જાહેરાત કરી છે. ગુજરાતના નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોમાં ખેતીના વિવિધ કામો માટે ભારે લોકપ્રિય એવા મિની ટ્રેક્ટર એટલે કે 'સનેડો'ની ખરીદી પર હવે રાજ્ય સરકાર દ્વારા બમ્પર સબસિડી આપવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રાજ્યના ખેડૂતોના હિતમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણયની સત્તાવાર જાહેરાત રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરીયા દ્વારા કરવામાં આવી છે. મંત્રી કૌશિક વેકરીયાએ અમરેલી જિલ્લાના પ્રખ્યાત ચીતલ ગામમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અને તેમને આર્થિક રીતે પગભર કરવા માટે સતત કટિબદ્ધ છે, જેના ભાગરૂપે જ આ સબસિડી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ જાહેરાત થતાંની સાથે જ અમરેલી સહિત સમગ્ર રાજ્યના ખેડૂત આલમમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
ADVERTISEMENT
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો અનુસાર, સનેડોની ખરીદી પર મળવાપાત્ર આર્થિક સહાયનું માળખું નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું છે
સામાન્ય ખેડૂતો માટે સહાય: રાજ્યનો કોઈ પણ ખેડૂત જો પોતાના ખેતીકામ માટે નવા સનેડોની ખરીદી કરશે, તો સરકાર દ્વારા તેને રૂ. 60,000 ની માતબર સબસિડી સીધી તેના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે.
ADVERTISEMENT
મહિલા ખેડૂતો માટે વિશેષ પ્રોત્સાહન: કૃષિ ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવા અને મહિલા સશક્તિકરણને વેગ આપવાના ઉદ્દેશ્યથી સરકારે આ યોજનામાં વિશેષ જોગવાઈ કરી છે. જો કોઈ પણ સનેડો પરિવારની મહિલા ખેડૂતના નામે ખરીદવામાં આવશે, તો સરકાર તરફથી રૂ. 75,000 ની વિશેષ સબસિડી આપવામાં આવશે.
આ પણ વાંચોઃ નેશનલ / Rajesh Exports: સ્ટેપ બાય સ્ટેપ સમજો, કેવી રીતે કંપનીએ આચર્યું આખું કૌભાંડ, કેવી રીતે કરી નાખ્યો ખેલ?
ADVERTISEMENT
ગુજરાતના ગામડાઓમાં 'સનેડો' એ ખેડૂતોનું સૌથી વહાણું અને ઉપયોગી સાધન ગણાય છે. ઓછા ખર્ચે અને નાની જગ્યામાં પણ આસાનીથી ફરી શકતા આ સાધનનો ઉપયોગ વાવણી, કાપણી, માલ-સામાનની હેરફેર તેમજ આંતરખેડ જેવા મહત્વના કૃષિ કાર્યોમાં થાય છે. મોટો ટ્રેક્ટર ખરીદવા અસમર્થ એવા નાના ખેડૂતો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થશે. સરકારની આ આર્થિક મદદના કારણે હવે ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતો પણ આધુનિક ખેતી તરફ વળી શકશે અને વચેટિયાઓ કે ભાડાના સાધનો પરની તેમની નિર્ભરતા ઘટશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.