બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:55 AM, 5 June 2026
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ખેલાડીઓ માટે નવી રિટાયરમેન્ટ પોલિસી લાવવાની તૈયારીમાં છે. વિદેશી ટી20 લીગમાં રમવા માટે ખેલાડીઓના વધતા ઝુકાવને ધ્યાનમાં રાખીને બોર્ડ કડક નિયમો બનાવવાની વિચારણા કરી રહ્યું છે. નવા નિયમો હેઠળ રિટાયરમેન્ટ બાદ વિદેશી લીગમાં રમનારા ખેલાડીઓ માટે 5 વર્ષના પ્રતિબંધની જોગવાઈ થઈ શકે છે.
ADVERTISEMENT
તાજેતરમાં યોજાયેલી એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં BCCIના નિયમો અનુસાર કોઈપણ સક્રિય ભારતીય ક્રિકેટર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, ઘરેલુ ક્રિકેટ અથવા IPLમાં રમતો હોય તો તે વિદેશી ટી20 લીગમાં ભાગ લઈ શકતો નથી. ખેલાડીઓ માત્ર સંપૂર્ણ રિટાયરમેન્ટ બાદ જ વિદેશી લીગમાં રમી શકે છે.
આ નિયમનો લાભ લઈને કેટલાક ખેલાડીઓ રિટાયરમેન્ટ જાહેર કર્યા બાદ તરત જ વિદેશી લીગ સાથે કરાર કરી રહ્યા છે. આ સ્થિતિને રોકવા માટે BCCI નવા નિયમો પર વિચાર કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોર્ડ "કૂલિંગ-ઓફ પીરિયડ" લાગુ કરી શકે છે. જો કોઈ ખેલાડી રિટાયરમેન્ટ બાદ સીધો વિદેશી લીગમાં રમવા જાય અને પછી ભારતીય ક્રિકેટમાં પાછા ફરવા ઇચ્છે, તો તેના પર 5 વર્ષ સુધી પ્રતિબંધ લાગી શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ યુઝર્સ સાવધાન! AIની મદદથી Instagram એકાઉન્ટ હાઇજેક કરી રહ્યા છે હેકર્સ
ADVERTISEMENT
BCCIનું માનવું છે કે અનુભવી અને પ્રતિભાશાળી ખેલાડીઓએ વધુ સમય સુધી ભારતીય ઘરેલુ ક્રિકેટ અને IPLને મજબૂત બનાવવામાં યોગદાન આપવું જોઈએ. જોકે, આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય હજુ લેવાયો નથી. BCCIના અધ્યક્ષ અને સચિવને તેના કાનૂની પાસાઓની તપાસ કરીને અંતિમ ભલામણ રજૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જો આ નિયમ અમલમાં આવશે તો વિદેશી લીગમાં રમવા માટે રિટાયરમેન્ટ લેતા ખેલાડીઓએ પોતાના ભવિષ્ય વિશે વધુ ગંભીરતાથી વિચારવું પડશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.