બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / યુઝર્સ સાવધાન! AIની મદદથી Instagram એકાઉન્ટ હાઇજેક કરી રહ્યા છે હેકર્સ
Last Updated: 02:44 PM, 4 June 2026
જો તમે Instagram નો ઉપયોગ કરો છો તો હવે વધુ સાવધાન રહેવાની જરૂર છે. છેલ્લા કેટલાક દિવસોથી Instagram અકાઉન્ટ હાઇજેક થવાના અનેક કેસ સામે આવી રહ્યા છે. Meta એ આ સમસ્યાને દૂર કરવાનો દાવો કર્યો હતો પરંતુ હજુ પણ ઘણા યુઝર્સ તેમના અકાઉન્ટ હેક થવાની ફરિયાદ કરી રહ્યા છે.
ADVERTISEMENT
રિપોર્ટ મુજબ હેકર્સ Meta AI નો ઉપયોગ કરીને Instagram અકાઉન્ટ હેક કરી રહ્યા છે. સૌથી પહેલા તેઓ VPN દ્વારા એવું દર્શાવે છે કે તેઓ તે જ વિસ્તારમાંથી લોગિન કરી રહ્યા છે જ્યાં અકાઉન્ટનો મૂળ માલિક રહે છે. ત્યારબાદ તેઓ Instagram ના Login પેજ પર જઈ “Forgot Password” વિકલ્પ પસંદ કરે છે. અહીંથી તેઓ Meta AI સપોર્ટ ફીચર સુધી પહોંચે છે. AI ચેટબોટ સાથે ખાસ પ્રકારના પ્રોમ્પ્ટનો ઉપયોગ કરીને હેકર્સ અકાઉન્ટમાં નવો ઈમેલ એડ્રેસ ઉમેરવાની વિનંતી કરે છે.જો આ વિનંતી સ્વીકારાઈ જાય તો Instagram દ્વારા વેરિફિકેશન કોડ મોકલવામાં આવે છે, જેના આધારે હેકર્સ અકાઉન્ટ પર કબજો મેળવી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ મામલો સામે આવ્યા બાદ Meta એ દાવો કર્યો હતો કે સુરક્ષા ખામી દૂર કરી દેવામાં આવી છે અને અસરગ્રસ્ત અકાઉન્ટને સુરક્ષિત બનાવવામાં આવી રહ્યા છે. જોકે, કંપનીએ કેટલા અકાઉન્ટ આ સમસ્યાથી પ્રભાવિત થયા તેની માહિતી આપી નથી.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા યુઝર્સનું કહેવું છે કે સમસ્યા હજુ પણ યથાવત છે. એક યુઝરે જણાવ્યું કે Two-Factor Authentication (2FA) ચાલુ હોવા છતાં તેનો Instagram અકાઉન્ટ હાઇજેક થઈ ગયો. એટલું જ નહીં Meta માં પ્રોડક્ટ મેનેજમેન્ટ ડિરેક્ટોર તરીકે કામ કરતી Esther Crawford એ પણ પોતાનું Instagram અકાઉન્ટ કોમ્પ્રોમાઇઝ થયાની માહિતી આપી હતી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ કર્મચારીઓને મળશે ડબલ ફાયદો? 8મા પગાર પંચ સંબંધિત મોટું અપડેટ
ADVERTISEMENT
ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા લોકો માટે આ ચેતવણી મહત્વપૂર્ણ છે. થોડું ધ્યાન રાખીને અને સુરક્ષા સેટિંગ્સ મજબૂત બનાવીને તમે તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટને હેકર્સથી બચાવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.