બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કર્મચારીઓને મળશે ડબલ ફાયદો? 8મા પગાર પંચ સંબંધિત મોટું અપડેટ

કામની વાત / કર્મચારીઓને મળશે ડબલ ફાયદો? 8મા પગાર પંચ સંબંધિત મોટું અપડેટ

Published By: Nirav Kumar

Last Updated: 05:24 PM, 3 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8મા પગાર પંચને લઇ વિવિધ સંગઠનો દ્વારા ભલામણો મળી રહી છે. એવામાં જમ્મુ અને કાશ્મીરના કર્મચારી સંગઠનોએ મહત્વની માંગ રજુ કરી છે. જેમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 અને 3.68 ની વચ્ચે નક્કી કરવાની માંગ કરવામાં આવી છે.

દેશભરના કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચ પર ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના કર્મચારી સંગઠનોએ પગાર પંચ સમક્ષ એવી માંગણીઓ મૂકી છે જેણે લાખો સરકારી કર્મચારીઓની આશાઓ વધારી છે. જેમાં ઓલ એમ્પ્લોયીઝ જોઈન્ટ એસોસિએશન, જમ્મુ અને કાશ્મીર અને ઓલ શીખ માઈનોરિટી એમ્પ્લોયીઝ એસોસિએશને 8મા પગાર પંચને ફિટમેન્ટ ફેક્ટર 2.86 અને 3.68 ની વચ્ચે નક્કી કરવાની રિકવેસ્ટ કરી છે. જો આ માંગણી સ્વીકારવામાં આવે તો 18,000 રૂપિયાનો વર્તમાન મિનિમમ બેઝિક પગાર 51,480 અને 66,240 રૂપિયાની વચ્ચે વધી શકે છે.

તાજેતરમાં 8મા પગાર પંચની ટીમે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કર્મચારી સંગઠનોએ કમિશનના અધ્યક્ષ પ્રકાશ દેસાઈ અને બીજા અધિકારીઓને એક વિગતવાર મેમોરેન્ડમ આપ્યું હતું. આ મેમોરેન્ડમમાં માત્ર પગાર વધારો જ નહીં પરંતુ પેન્શન, મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડું ભથ્થું (HRA), મેડિકલ સુવિધાઓ અને ટેક્સ રિલીફ સંબંધિત ઘણા મહત્વના મુદ્દા પણ શામેલ હતા.

vtv hiring 2

જેમાં કર્મચારી સંગઠનોનું કહેવું છે કે છેલ્લા અમુક વર્ષોમાં મોંઘવારી ઝડપથી વધી છે આપ્તજી કર્મચારીઓની ખરીદ શક્તિ પર અસર પડી છે. આથી 7મા પગાર પંચમાં લાગુ કરાયેલ 2.57 ફિટમેન્ટ ફેક્ટર હવે પૂરતું નથી. કર્મચારીઓને અસલી રાહત આપવા માટે ઓછામાં ઓછા 2.86 અને મેક્સિમમ 3.68 નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવો જોઈએ.

જો 2.86 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે છે તો મિનીમમ બેઝિક સેલરી 51,480 રૂપિયા થશે અને 3.68 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો તે 66,240 રૂપિયા સુધી વધી શકે છે.

  • પેન્શનરો માટે માંગણીઓ

જમ્મુ અને કાશ્મીર કર્મચારી સંગઠનોએ પેન્શનરો માટે ઘણી માંગણીઓ પણ કરી છે. તેમને બધા પેન્શનરો માટે સંપૂર્ણ પેન્શન પેરીટી લાગુ કરવા, મોંઘવારી ભથ્થાને પગાર નક્કી કરતા પહેલાબેઝિક સેલરી સાથે મર્જ કરવા અને રૂપાંતરિત પેન્શન માટે રિઇન્સ્ટામેન્ટ પિરિયડ 15 વર્ષથી ઘટાડીને 12 વર્ષ કરવાની માંગ કરી છે. જેમાં મેડિકલ કેર અને સોહિયેલ સિક્યુરિટી યોજનાઓને મજબૂત બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

vtv hiring
  • HRA અને સ્પેશિયલ એલાઉન્સની માંગ

આ કર્મચારી સંગઠનોએ હાઉસ રેન્ટ એલાઉન્સ અંગે પણ અમુક સૂચનો કર્યા છે. જેમાં જમ્મુ અને શ્રીનગર જેવા શહેરી વિસ્તારોમાં ઘરના ભાડા સતત વધી રહ્યા છે. આથી કર્મચારીઓને વધુ સારો HRA મળવો જોઈએ. આ સિવાય દૂરના, સરહદી અને મુશ્કેલ ભૌગોલિક વિસ્તારોમાં કામ કરતા કર્મચારીઓને સ્પેશિયલ એલાઉન્સ અને બીજા બેનિફિટ પૂરા પાડવા જોઈએ.

તેમના મતે જમ્મુ અને કાશ્મીરમાં કર્મચારીઓને દેશના બીજા ભાગો કરતાં વધુ પડકારોનો સામનો કરવો પડે છે. મુશ્કેલ પર્વતીય ભૂપ્રદેશ, ખરાબ હવામાન, ઉચ્ચ પરિવહન ખર્ચ, સરહદી વિસ્તારોમાં સર્વિસ રિસ્પોન્સિબિલિટી અને સિક્યોરિટી પડકારો તેમના કામને વધુ મુશ્કેલ બનાવે છે.આથી 8મા પગાર પંચે આ ખાસ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અલગ રાહત આપવાનું વિચારવું જોઈએ.

વધુ વાંચો : 8મા પગાર પંચ પર મોટું અપડેટ, લંબાઈ ગઈ આ જરુરી ડેડલાઈન

જોકે 8મા પગાર પંચની અંતિમ ભલામણોની જાહેરાત હજુ બાકી છે. જેમાં જમ્મુ અને કાશ્મીરના કર્મચારી સંગઠનોની આ માંગણીઓ ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે. જો તેમાંની અમુક માંગણીઓ પણ સ્વીકારવામાં આવે તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની આવકમાં વધારો જોવા મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fitment Factor 8th Pay Commission Employee Organizations

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ