બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8મા પગાર પંચ પર મોટું અપડેટ, લંબાઈ ગઈ આ જરુરી ડેડલાઈન

કામની વાત / 8મા પગાર પંચ પર મોટું અપડેટ, લંબાઈ ગઈ આ જરુરી ડેડલાઈન

Published By: Nirav Kumar

Last Updated: 01:16 AM, 3 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8મા પગાર પંચને લઇ એક મહત્વનું અપડેટ આવ્યું છે. જેમાં કમિશને સૂચનો અને માંગણીઓ રજૂ કરવાની અંતિમ તારીખને 15 જૂન સુધી એક્સ્ટેન્ડ કરી છે.

8મા પગાર પંચ અંગે એક મોટું અપડેટ આવ્યું છે. જેમાં કમિશને સૂચનો અને માંગણીઓ રજૂ કરવાની અંતિમ તારીખ 15 જૂન સુધી લંબાવી છે. તેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને બીજા કર્મચારીઓને પગાર, પેન્શન અને ભથ્થાંમાં સુધારા પર વિચાર કરવા માટે વધારાનો સમય મળશે.

આ એક્સ્ટેન્શન એવા સમયે કરવામાં આવ્યુ છે જ્યારે કર્મચારી સંગઠનો અને પોલીસી મેકર વચ્ચે લાંબા સમયથી રાહ જોવાતી ફિટમેન્ટ પરિબળ પર ચર્ચાઓ તેજ બની છે. એક નવા નોટીફીકેશનમાં 8મા પગાર પંચે જાહેરાત કરી છે કે હિસ્સેદારો માટે તેમના મેમોરેન્ડમ અને ભલામણો સબમિટ કરવાની અંતિમ તારીખ 15 જૂન રહેશે. અગાઉ કમિશને સમયમર્યાદા 31 મે સુધી લંબાવી હતી અને આ આ પ્રકારનું બીજું એક્સ્ટેન્શન છે.

vtv hiring (2)

આ કમિશને એ પણ સ્પષ્ટ કર્યું છે કે, સૂચનો ફક્ત તેની સત્તાવાર વેબસાઇટ, 8cpc.gov.in દ્વારા જ સ્વીકારવામાં આવશે. જેમાં પરામર્શ પ્રક્રિયા દરમિયાન ફીઝીકલ ડોક્યુમેન્ટ, ઇમેઇલ્સ, હાર્ડ કોપી અને PDF પત્રો સ્વીકારવામાં આવશે નહીં. આ એક્સ્ટેન્શન કર્મચારી સંગઠનો, પેન્શનર જૂથો, સંરક્ષણ કર્મચારી પ્રતિનિધિઓ અને બીજા હિસ્સેદારોની વ્યાપક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે છે.

  • કોણ કરી શકે છે ભલામણો ?

કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો, સંરક્ષણ કર્મચારીઓ, ઓલ ઈન્ડિયા સર્વિસ અધિકારીઓ, કેન્દ્રશાસિત પ્રદેશના કર્મચારીઓ અને સરકાર દ્વારા સૂચિત બીજા લાયક વ્યક્તિઓ તેમની માંગણીઓ રજૂ કરી શકે છે. જેમાં પેનલ તેની પસંદગીના 18 મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરે તેવી શક્યતા છે. જો જરૂરી હોય તો એક ઈંટરીમ અહેવાલ પણ જાહેર કરી શકાય છે.

vtv hiring
  • ફિટમેન્ટ ફેક્ટર

આઠમા પગાર પંચના સૌથી વધુ ચર્ચાએલ પાસાઓમાં ફિટમેન્ટ ફેક્ટર છે. જે પગાર અને પેન્શન સુધારા માટેની મર્યાદા નક્કી કરે છે. આ પરિબળનો ઉપયોગ સુધારેલા મૂળભૂત પગાર અને પેન્શનની ગણતરીમાં થાય છે. ઉજેમાં હાઈ ફિટમેન્ટ ફેક્ટર પગાર અને નિવૃત્તિ બેનીફીટમાં વધુ વધારો કરે છે.

જેમાં સાતમા પગાર પંચ ફોર્મ્યુલા હેઠળ મીનીમમ બેઝીક પગાર 18,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં 2.57 ના ફિટમેન્ટ ફેક્ટરના અમલીકરણથી અગાઉના પગાર માળખાની તુલનામાં પગારમાં નોંધપાત્ર વધારો થયો છે.

વધુ વાંચો : રાંધણ ગેસના બાટલાની હોમ ડિલિવરી માટે આપવા પડશે આટલા પૈસા, આ ગ્રાહકોએ જાણવું જરુરી

  • આઠમા પગાર પંચની માંગણીઓ

ઘણા યુનિયનોની દલીલ છે કે વધતી મોંઘવારી, વધતા રહેઠાણ ખર્ચ, આરોગ્ય ખર્ચ માટે પેન્શન સિસ્ટમમાં વધારો આપવો જોઈએ. જેમાં ઘણા કર્મચારી ગ્રુપ 3.0 અને 4.0 ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે, જેનાથી મીનીમમ બેઝીક સેલરી સ્તરમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. જો 3.8 થી 4.0 ની રેન્જમાં ફિટમેન્ટ ફેક્ટર મંજૂર કરવામાં આવે છે મીનીમમ બેઝીક પગાર 69,000 અને 72,000 રૂપિયાની વચ્ચે થઇ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Employees Pension 8th Pay Commission

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ