બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જલ્દી કરો, Union Bankમાં મોટા પાયે ભરતી પડી છે, પેકેજ લાખોમાં

કરિયર / જલ્દી કરો, Union Bankમાં મોટા પાયે ભરતી પડી છે, પેકેજ લાખોમાં

Published By: Nirav Kumar

Last Updated: 04:11 PM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિયન બેંકમાં 395 ઓફિસર પોસ્ટ પર 10 ઓગસ્ટ સુધી અરજી કરવાનો મોકો છે. જો તમે બેંકિંગમાં કરિયર બનાવવા માંગતા હો તો આ ભરતીમાં મોકો ગુમાવશો નહીં.

બેંકિંગ સેક્ટરમાં મોકરી કરવાના સપના જોનારા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. કેમ કે, યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ પ્રોજેક્ટ 2026-27. અંતર્ગત કુલ 395 પોસ્ટ પર ભરતી પાડવામાં આવી છે. જેમાં સ્પેશિયલિસ્ટ ઓફિસર, જનરલ બેંકિંગ ઓફિસર અને ડોમેન એક્સપર્ટ ઓફિસરના પદો સામેલ છે.

  • પોસ્ટ વાઈઝ વેકેન્સી
  1. મેનેજર: 163 પોસ્ટ
  2. સીનિયર મેનેજર: 153 પોસ્ટ
  3. ચીફ મેનેજર: 52 પોસ્ટ
  4. અસિસ્ટન્ટ જનરલ મેનેજર: 20 પોસ્ટ
  5. ડેપ્યુટી જનરલ મેનેજર: 7 પોસ્ટ

ઓનલાઈન અરજી 21 જુલાઈથી શરૂ થઈ ગઈ છે અને 10 ઓગસ્ટ સુધી ચાલશે. આ ભરતી રેગ્યુલર છે અને સિલેક્ટ થયા બાદ દેશના કોઈપણ ખૂણે પોસ્ટિંગ થઈ શકે છે.

  • ફી અને ઉંમર

આ ભરતીમાં SC/ST/PwBD વર્ગને માત્ર 177 રૂપિયા ફી ભરવાની છે જ્યારે બીજાને 1180 રૂપિયા ફી ભરવી પડશે. જેમાં ઉંમર મર્યાદા પદ પ્રમાણે 22 થી 50 વર્ષ સુધી છે. જેમાં રિઝર્વ કેટેગરીને ઉંમરમાં છૂટ મળશે.

  • સિલેક્શન પ્રોસેસ

આ ભરતીમાં MMGS-II અને III માટે ઓનલાઈન એક્ઝામ લેવાશે, ગ્રુપ ડિસ્કશન, ઈન્ટરવ્યુ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ થશે. સિનિયર પદો માટે સીધા ગ્રુપ ડિસ્કશન અને ઈન્ટરવ્યુ થશે. જેમાં નેગેટિવ માર્કિંગ પણ લાગુ ગણાશે.

વધુ વાંચો : 8મા પગાર પંચ પર કર્મચારી સંઘની મોટી માંગ, શું ખરેખર ₹51 હજાર સુધી વધશે પગાર? જાણો સમગ્ર મામલો

  • પેકેજ કેટલું?

મેનેજરથી લઈને ડેપ્યુટી જનરલ મેનેજર સુધીના પદે 21 લાખથી 47 લાખ રૂપિયા સુધી વાર્ષિક સીટીસી મળી શકે છે. સાથે અલગ-અલગ ભત્તા, મેડિકલ, HRA વગેરેનો બેનિફિટ પણ મળશે. જેમાં 2 વર્ષનું પ્રોબેશન અને 3 વર્ષનું સર્વિસ બોન્ડ લાગુ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

banking sector Union Bank recruitment

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ