બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8મા પગાર પંચ પર કર્મચારી સંઘની મોટી માંગ, શું ખરેખર ₹51 હજાર સુધી વધશે પગાર? જાણો સમગ્ર મામલો
6 ફોટો ગેલેરી
Last Updated: 09:23 AM, 21 July 2026
1/6
8મો પગાર પંચ હજુ સુધી અમલમાં આવ્યો નથી, પરંતુ તેને લઈને સતત નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર કર્મચારી સંગઠનો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે. ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવાની માંગ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બની છે. 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો હવે સરકારના આગામી નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.
2/6
કર્મચારી સંગઠનો સરકારે ફિટમેન્ટ ફેક્ટર 2.57થી વધારીને 3.83 કરવાની માંગ કરી છે. સંગઠનોનું કહેવું છે કે સતત વધતી મોંઘવારીને કારણે વર્ષોથી વેતનની વાસ્તવિક કિંમતમાં ઘટાડો થયો છે, તેથી કર્મચારીઓને યોગ્ય લાભ આપવા માટે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો જરૂરી છે. જોકે અહેવાલો મુજબ સરકાર આ માંગને સંપૂર્ણ સ્વીકારવાને બદલે કોઈ મધ્યમ રસ્તો અપનાવી શકે છે.
3/6
8મા પગાર પંચને લઈને સરકાર અને કર્મચારી યુનિયનો વચ્ચે અત્યાર સુધી નવ રાઉન્ડની બેઠકો પૂર્ણ થઈ ચૂકી છે. આ ચર્ચાઓના આધારે એક વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ તેને મંત્રીઓના જૂથ (Group of Ministers) સમક્ષ મંજૂરી માટે મોકલવામાં આવશે. અહેવાલો મુજબ આગળ પણ વધુ બેઠકો યોજાશે, જેથી તમામ મુદ્દાઓ પર અંતિમ નિર્ણય લઈ શકાય.
4/6
ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓના નવા મૂળ પગાર નક્કી કરવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. જો કર્મચારીઓની માંગ મુજબ ફિટમેન્ટ ફેક્ટર 3.83 કરવામાં આવે તો હાલમાં ₹18,000નો લઘુત્તમ મૂળ પગાર વધીને ₹68,940 થઈ શકે છે. એટલે કે કર્મચારીઓને લગભગ ₹51,000નો સીધો પગાર વધારો મળી શકે છે. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે.
5/6
ફિટમેન્ટ ફેક્ટર એ એવો આંકડો છે, જેના આધારે કર્મચારીના વર્તમાન મૂળ પગાર અથવા પેન્શનને નવા પગાર માળખામાં રૂપાંતરિત કરવામાં આવે છે. તેનો સીધો પ્રભાવ પગાર, પેન્શન અને બાકી ચૂકવણી પર પડે છે. તેનું સૂત્ર છે – નવો મૂળ પગાર = વર્તમાન મૂળ પગાર × ફિટમેન્ટ ફેક્ટર (FF). એટલે ફિટમેન્ટ ફેક્ટરમાં થતા દરેક ફેરફારની સીધી અસર કર્મચારીઓના વેતન પર જોવા મળે છે.
6/6
હાલમાં 7મા પગાર પંચ હેઠળ 2.57 ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર ₹18,000 છે. જો 8મા પગાર પંચમાં આ ફેક્ટર વધારીને 3.83 કરવામાં આવે તો ગણતરી પ્રમાણે ₹18,000 × 3.83 = ₹68,940 થાય છે. એટલે કે લઘુત્તમ મૂળ પગારમાં લગભગ ₹51,000નો વધારો થઈ શકે છે. જોકે આ અંગે અંતિમ નિર્ણય સરકાર દ્વારા અહેવાલ અને આગામી ચર્ચાઓ બાદ લેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ