બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / જરુરી Email હવે નહીં બને 'Spam', એક સેટિંગથી હંમેશાની ટેંશન ખતમ!
Last Updated: 05:46 PM, 18 July 2026
ઘણીવાર એવું બને છે કે મહત્વપૂર્ણ ઈમેઈલ ઈનબોક્સને બદલે સીધા સ્પામ ફોલ્ડરમાં જતા રહે છે. પરિણામે, યૂઝર્સને તેની જાણ થતી નથી અને તેઓ ઈનબોક્સમાં ઈમેઈલની રાહ જોતા રહે છે. આનાથી મહત્વપૂર્ણ માહિતી ચૂકી જવાય છે અને સમયનો બગાડ થાય છે, સદભાગ્યે, આ સમસ્યાને ટાળવાનો અને તમારા મહત્વપૂર્ણ ઈમેઈલને સ્પામ ફોલ્ડરમાં જતા અટકાવવાનો એક સરળ રસ્તો છે.
ADVERTISEMENT
આખરે કેમ જરુરી ઇમેલ Spamમાં જાય છે ?
Gmail ઈમેઈલની ઓળખ કરવા અને તેમને અલગ-અલગ ફોલ્ડર્સમાં વર્ગીકૃત કરવા માટે AI-આધારિત સ્પામ ફિલ્ટર્સનો ઉપયોગ કરે છે. તેનું કાર્ય નકલી અને બિનજરૂરી ઈમેઈલને ઓળખીને તેમને 'Spam' ફોલ્ડરમાં ખસેડવાનું છે, જેથી તમારું ઈનબોક્સ વ્યવસ્થિત રહે. જોકે, આ સિસ્ટમ ક્યારેક ભૂલ કરે છે અને મહત્વપૂર્ણ ઈમેઈલને પણ ભૂલથી સ્પામ તરીકે ઓળખી લે છે. જો ઈમેલ કોઈ નવા મોકલનાર તરફથી આવ્યો હોય, તેની સામગ્રી પ્રમોશનલ લાગતી હોય અથવા તમે અગાઉ આવા જ ઈમેલને 'સ્પામ' તરીકે ચિહ્નિત કર્યા હોય, તો આવું બની શકે છે. સારી વાત એ છે કે Gmail માં એક એવી સેટિંગ છે જે તમને એ નક્કી કરવાની સુવિધા આપે છે કે કયા ઈમેલ ક્યારેય 'Spam' ફોલ્ડરમાં ન મોકલવા જોઈએ.
ADVERTISEMENT
જરુરી ઇમેલને Spamમાં જતા કેવી રીતે રોકવું?
જો તમારા જરુરી ઈમેઈલ વારંવાર Spam ફોલ્ડરમાં જતા હોય, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ સરળ સ્ટેપ ફોલો કરો:
ADVERTISEMENT
શું તમે કાયમ માટે Spam ની સમસ્યાઓથી બચવા માંગો છો?
ADVERTISEMENT
જો કોઈ ચોક્કસ વ્યક્તિ કે કંપનીના ઈમેલ તમારા માટે હંમેશા મહત્વપૂર્ણ હોય, તો તમે તેમના માટે Gmail ફિલ્ટર બનાવી શકો છો. આનાથી ખાતરી થશે કે તેમના ઈમેલ તમારા સ્પામ ફોલ્ડરમાં નહીં જાય.
ફિલ્ટર બનાવવાની રીત
ADVERTISEMENT
Gmail એપમાં શું કરવું?
ADVERTISEMENT
જો તમે મોબાઈલ કે ટેબ્લેટ પર Gmail એપનો ઉપયોગ કરતા હોવ, તો તેમાં ફિલ્ટર્સ બનાવવાનો વિકલ્પ નથી હોતો, પરંતુ તમે કોઈ મહત્વપૂર્ણ ઈમેલને Not spam તરીકે માર્ક કરી શકો છો.
તેથી આ સરળ સ્ટેપ અપનાવો:
Gmail એપમાં ઇમેઇલને Not Spam કેવી રીતે કરીએ?
જો કોઈ મહત્વપૂર્ણ ઈમેલ Spam ફોલ્ડરમાં જતો રહ્યો હોય, તો તેને પાછો Inbox માં લાવવા માટે આ સરળ સ્ટેપ્સ ફોલો કરો:
આ પણ વાંચોઃ Feedbackના નામે ખાલી થઇ રહ્યાં છે તમારા બેંક એકાઉન્ટ, નવો મોબાઈલ ખરીદનારા ચેતી જજો!
એક સરળ ટિપ્સ
જો કોઈ ચોક્કસ વ્યક્તિ કે કંપનીના ઈમેઈલ તમારા માટે હંમેશા મહત્વપૂર્ણ હોય, તો તેમનું ઈમેઈલ એડ્રેસ તમારા 'કોન્ટેક્ટ્સ'માં સેવ કરો. Gmail સામાન્ય રીતે સેવ કરેલા સંપર્કો તરફથી આવતા ઈમેઈલ પર વધુ ભરોસો મૂકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.