બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અમરનાથ યાત્રા પર વાવાઝોડા અને ભારે વરસાદનું ગ્રહણ: 19 જુલાઈથી પહેલગામ-બાલટાલ રૂટ બંધ

photo-story

5 ફોટો ગેલેરી

નેશનલ / અમરનાથ યાત્રા પર વાવાઝોડા અને ભારે વરસાદનું ગ્રહણ: 19 જુલાઈથી પહેલગામ-બાલટાલ રૂટ બંધ

Last Updated: 11:15 PM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણીને પગલે અમરનાથ યાત્રાને 19 July થી અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે. પહેલગામ અને બાલટાલ બંને રૂટ બંધ કરાયા છે, જ્યારે બીજી તરફ ઉધમપુરમાં અમરનાથ યાત્રીઓની એક ગાડીને અકસ્માત નડતા ભારે અફરાતફરી મચી ગઈ છે.

1/5

photoStories-logo

1. અમરનાથ યાત્રા પર વાવાઝોડા અને ભારે વરસાદનું ગ્રહણ: 19 જુલાઈથી પહેલગામ-બાલટાલ રૂટ બંધ

ખરાબ હવામાનની ગંભીર આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે 19 July થી પવિત્ર અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો મોટો નિર્ણય લીધો છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રિમતા આપીને પહેલગામ (Pahalgam) અને બાલટાલ (Baltal) બંને માર્ગો પરથી થતી યાત્રા પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. હાલના તબક્કે કોઈપણ બેઝ કેમ્પથી યાત્રીઓને આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હવામાન સામાન્ય થયા બાદ અને સમગ્ર માર્ગોની સુરક્ષાની કડક તપાસ કર્યા પછી જ યાત્રા ફરી શરૂ કરવા અંગે અંતિમ નિર્ણય લેવાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. જમ્મુથી કાશ્મીર જતી નવી બેચ પર પ્રતિબંધ

આ અંગે માહિતી આપતાં જમ્મુના ડિવિઝનલ કમિશનર રમેશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે હવામાનની પ્રતિકૂળ એડવાઈઝરીને કારણે 19 July ના રોજ જમ્મુથી કાશ્મીર તરફ કોઈ નવો જથ્થો (નવી બેચ) આગળ વધશે નહીં. તેમણે બહારથી આવતા તમામ ભક્તોને સલાહ આપી છે કે તેઓ હાલ પૂરતા જમ્મુ, ઉધમપુર અને રામબનમાં બનાવવામાં આવેલા વહીવટી આવાસ કેન્દ્રો (Accommodation Centres) પર જ રોકાયા કરે. કાશ્મીરના ડિવિઝનલ કમિશનર અંશુલ ગર્ગે પણ જણાવ્યું છે કે આગામી દિવસોમાં હવામાન વધુ ખરાબ થઈ શકે છે, તેથી મુસાફરોના હિત માટે આ પગલું ભરવું અનિવાર્ય હતું. નોંધનીય છે કે આ વર્ષે અત્યાર સુધીમાં 3.7 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ઉધમપુરમાં અમરનાથ યાત્રીઓ સાથે મોટો અકસ્માત

યાત્રા અટકાવવાના સમાચારો વચ્ચે જમ્મુ-કાશ્મીરના ઉધમપુરથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં જખાની (Jakhani) પાસે વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં અમરનાથ જઈ રહેલા ઉત્તર પ્રદેશના 5 તીર્થયાત્રીઓ અને એક સ્થાનિક ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાં યુપીના લખીમપુર અને સીતાપુરના રહેવાસીઓ સામેલ છે, જેમને તાત્કાલિક સારવાર માટે GMC ઉધમપુરમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ નેશનલ હાઈવે પરથી વાહનો હટાવીને ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 5 દિવસ ભારે આફતની ચેતવણી અને શાળાઓ બંધ

હવામાન વિભાગે શ્રીનગર સહિત સમગ્ર જમ્મુ-કાશ્મીર માટે 19 July થી 23 July સુધી ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ (Heavy Rain Alert) જાહેર કર્યું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવી રહેલા ભેજવાળા પવનોને કારણે સમગ્ર વિસ્તારમાં મુસળધાર વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે. ખાસ કરીને 21 થી 23 July દરમિયાન કાશ્મીરમાં મુસળધાર વરસાદ થશે, જ્યારે 20 થી 23 July દરમિયાન જમ્મુના રિયાસી અને ઉધમપુર જિલ્લામાં રેકોર્ડબ્રેક વરસાદની સંભાવના છે. આ ભયાનક સ્થિતિને જોતા પ્રશાસને જમ્મુ-કાશ્મીર ડિવિઝનના વિન્ટર ઝોનમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓની ઉનાળુ વેકેશનની રજાઓ 22 July સુધી લંબાવી દીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. અચાનક પૂર આવવાનું મોટું જોખમ

આ સક્રિય મોનસૂન સિસ્ટમને કારણે પીર પંજાલ, ગુલમર્ગ, પહેલગામ અને જોજીલા (Zojila) જેવા પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન (Landslides) અને અચાનક પૂર આવવાનું મોટું જોખમ મંડરાઈ રહ્યું છે, જેના કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખોરવાઈ શકે છે. સરકારે પ્રવાસીઓને તેમની યાત્રા હાલ પૂરતી મોકૂફ રાખવા અને સ્થાનિક લોકોને નદીઓ તથા ભયજનક ઢોળાવવાળા વિસ્તારોથી દૂર રહેવા કડક સૂચના આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

WeatherAlert JammuKashmir AmarnathYatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ