બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગોંડલના કોટડા સાંગાણી રોડ પર કાર-એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, મામા-ફોઈના બે ભાઈના ઘટના સ્થળે મોત
Last Updated: 10:57 PM, 18 July 2026
ગોંડલના કોટડાસાંગાણી રોડ પર કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મામા-ફોઈના બે સગા ભાઈઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
ADVERTISEMENT

મૃતકોમાં હેમેન્દ્ર અને દર્શિતનો સમાવેશ થાય છે. હેમેન્દ્ર ધોરણ-6માં અભ્યાસ કરતો હતો, જ્યારે દર્શિત ધોરણ-10નો વિદ્યાર્થી હતો. બંનેના અકાળે અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સગા-સંબંધીઓ અને સ્થાનિકોમાં પણ ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
ADVERTISEMENT

પ્રાથમિક માહિતી અનુસાર, કોટડાસાંગાણી રોડ પર કાર અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કિશોરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાત ATSની તપાસમાં મોટો ખુલાસો: જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ બનાવ્યા 8 ટાઈમર બોમ્બ, સુસાઇડ મિશનની પણ તૈયારી
પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે કોટડાસાંગાણી પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો તેમજ અન્ય પુરાવાના આધારે અકસ્માતની હકીકત જાણવા પ્રયાસ કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.