બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / શ્રાવણમાં રાહુનું થશે ગોચર, આ ત્રણ રાશિઓ પર થશે ધનવર્ષા
5 ફોટો ગેલેરી
Last Updated: 12:23 AM, 19 July 2026
1/5
૩૦ જુલાઈથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. જેમાં 2 ઓગસ્ટના રોજ માયાવી ગ્રહ રાહુ તેના માર્ગમાં ફેરફાર કરશે. તે શતભિષા નક્ષત્ર છોડીને ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ધનિષ્ઠા નક્ષત્રના સ્વામી મંગળ છે તેથી રાહુના આ પ્રવેશથી અંગારક યોગનું નિર્માણ થવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગોચર ત્રણ રાશિઓ માટે શુભ અને લાભદાયી સાબિત થશે. શ્રાવણમાં રાહુના આ નક્ષત્ર પરિવર્તન સાથે મેષ, કન્યા અને ધન રાશિના જાતકોને સારા પરિણામો મળવાની સંભાવના છે.
2/5
તમારા માટે રાહુનું આ નક્ષત્ર બદલાવ મિશ્રિત પરિણામો આપી શકે છે. જેમાં આર્થિક રીતે તમારી સ્થિતિ મજબૂત બનવાના સંકેતો છે. આવક વધવાની સારા મોકા ઉભા થઈ શકે છે અને આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે. જૂના રોકાણમાંથી સારો નફો મળી શકે છે. તેમ છતાં સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી છે. નિયમિત વ્યાયામ, સમયસરનું ભોજન અને સ્વાસ્થ્યની દેખભાળ કરવાથી આ સમયગાળો વધુ સારો રહેશે.
3/5
તમારા માટે રાહુનો ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ ખૂબ જ શુભ ફળ આપનારો સાબિત થઈ શકે છે. જેમાં આ શ્રાવણ મહિના દરમિયાન આર્થિક પરિસ્થિતિ મજબૂત થવાની સંભાવના છે. આવકના નવા સ્ત્રોતો પણ વિકસી શકે છે. સારા સમાચાર મળી શકે છે. વિરોધીઓ પર પ્રભુત્વ જાળવવામાં સફળતા મળશે. મુશ્કેલીઓ વચ્ચે પણ પ્રગતિના નવા માર્ગો ખૂલશે અને તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે.
4/5
તમારા માટે આ રાહુ ગોચર સકારાત્મક અને લાભદાયી રહેશે. જેમાં હિંમત અને સાહસમાં વૃદ્ધિ થશે. વ્યવસાય કરતા લોકોને નવા મોકા અને વધુ નફો થશે. મહેનતનું સારું ફળ મળશે. વિરોધીઓની યોજનાઓ નિષ્ફળ જશે અને વર્ક પ્લેસ પર તમારી પકડ મજબૂત બનશે. લાંબા સમયથી ચાલતી બીમારીઓમાંથી રાહત મળવાની શક્યતા છે.
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ