બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:25 PM, 18 July 2026
Vikram-1 Rocket : ભારતના અવકાશ ક્ષેત્ર માટે આજે ઐતિહાસિક દિવસ રહ્યો છે. દેશની ખાનગી સ્પેસ કંપની સ્કાયરુટ એરોસ્પેસ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી પોતાના પ્રથમ ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1'નું સફળ પ્રક્ષેપણ કર્યું છે. કંપનીના આ પ્રથમ ઓર્બિટલ મિશનને 'આગમન' નામ આપવામાં આવ્યું છે. આ રોકેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથથી લખેલું એક પોસ્ટકાર્ડ પણ જશે, જેની પર 'વંદે માતરમ' શબ્દ અંકિત છે.
ADVERTISEMENT
આ સફળતા માત્ર સ્કાયરુટ એરોસ્પેસ માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય ખાનગી સ્પેસ ઈન્ડસ્ટ્રી માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. આ મિશન દ્વારા નાના ઉપગ્રહોને પૃથ્વીની નીચી કક્ષામાં (Low Earth Orbit) સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા છે.
અવકાશ ક્ષેત્રે ભારતની વધુ એક હરણફાળ, ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ 'વિક્રમ 1' લોન્ચ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 18, 2026
Video Source: Skyroot Aerospace#Vikram1 #Skyroot #SpaceIndia #RocketLaunch #IndiaSpace #VTVDigital pic.twitter.com/ITD6qLYXO0
ADVERTISEMENT
'આગમન' મિશનની ખાસિયત
વિક્રમ-1 રોકેટનું લોન્ચિંગ નિર્ધારિત સમય મુજબ સફળતાપૂર્વક પૂર્ણ થયું. રોકેટે તમામ તબક્કા સફળતાથી પાર કર્યા અને ઉપગ્રહોને તેમની નિર્ધારિત કક્ષામાં પહોંચાડ્યા. સમગ્ર લોન્ચિંગ પ્રક્રિયા દરમિયાન ઇસરો (ISRO)ના વૈજ્ઞાનિકોએ પણ સતત નજર રાખી હતી.
ADVERTISEMENT
હવે PM મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ જશે અંતરિક્ષમાં
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 18, 2026
(ભારતની ખાનગી સ્પેસ કંપની ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ (Skyroot Aerospace) પોતાનું Vikram-1 રોકેટ લોન્ચ કરવા માટે તૈયાર થઇ ગઇ છે. ત્યારે આ રોકેટ ટેક્નિકલ પેલોડની સાથે PM મોદીનો એક ખાસ સંદેશ પણ અંતરિક્ષમાં લઈને જશે. PM મોદીએ પોતાના હાથે… pic.twitter.com/euJyqxFDSR
ADVERTISEMENT
સબ-ઓર્બિટલ અને ઓર્બિટલ રોકેટ વચ્ચે મહત્વનો તફાવત છે. સબ-ઓર્બિટલ રોકેટ અવકાશ સુધી પહોંચીને ફરી પૃથ્વી પર પરત આવે છે, જ્યારે ઓર્બિટલ રોકેટ ઉપગ્રહને એટલી ઝડપ આપે છે કે તે પૃથ્વીની કક્ષામાં સતત પરિભ્રમણ કરી શકે. આ કારણે ઓર્બિટલ મિશન ટેક્નોલોજીની દૃષ્ટિએ વધુ પડકારજનક અને મહત્વપૂર્ણ ગણાય છે.
અવકાશ ક્ષેત્રે ભારતની વધુ એક હરણફાળ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 18, 2026
ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ 'વિક્રમ 1' લોન્ચ#Vikram1 #Skyroot #SpaceIndia #RocketLaunch #IndiaSpace #VTVDigital pic.twitter.com/dFV1FN54zb
ADVERTISEMENT
ADVERTISEMENT
વર્ષ 2020માં ભારત સરકારે સ્પેસ સેક્ટરમાં ખાનગી કંપનીઓ માટે નવા અવસર ઊભા કર્યા હતા. ત્યારબાદ સ્કાયરુટ એરોસ્પેસ સહિત અનેક સ્ટાર્ટઅપ્સે રોકેટ અને સેટેલાઇટ ટેક્નોલોજી પર કામ શરૂ કર્યું હતું. સ્કાયરુટ એરોસ્પેસે વર્ષ 2022માં વિક્રમ-S નામનું સબ-ઓર્બિટલ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. જોકે તે મિશનમાં ઉપગ્રહોને કક્ષામાં મોકલવામાં આવ્યા નહોતા. હવે 'વિક્રમ-1' સાથે કંપનીએ ઓર્બિટલ લોન્ચિંગ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે.
સ્કાયરુટ એરોસ્પેસની સ્થાપના વર્ષ 2018માં ઇસરોના પૂર્વ એન્જિનિયરો પવન કુમાર ચંદાના અને નાગા ભરત ડાકા દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીએ સ્વદેશી ટેક્નોલોજી પર આધારિત રોકેટ વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
A historic new frontier for India’s space journey!
— Narendra Modi (@narendramodi) July 18, 2026
At 11:30 AM today, Skyroot Aerospace will undertake the maiden orbital launch of Vikram-1, India’s first privately developed launch vehicle.
This four-stage rocket is designed to provide rapid and on-demand launch services.… pic.twitter.com/1qFVTwNOuZ
આ પણ વાંચો : ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને પોલીસ લઈ ગઈ, જુઓ ક્યાં અને કેમ?
'વિક્રમ-1'નું સફળ લોન્ચિંગ ભારતના ખાનગી અવકાશ ક્ષેત્રને નવી દિશા આપશે. ભવિષ્યમાં દેશમાંથી વધુ વ્યાવસાયિક (Commercial) સેટેલાઇટ લોન્ચિંગ શક્ય બનશે અને વૈશ્વિક સ્પેસ માર્કેટમાં ભારતની ભાગીદારી વધુ મજબૂત બનવાની આશા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.