બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VTV વિશેષ / Explainer: ભારતના ઈતિહાસમાં પહેલીવાર ખાનગી કંપનીએ લોન્ચ કર્યું રોકેટ, કેમ મિશન આગમન આખા વિશ્વ માટે છે ખાસ?

VTV વિશેષ / Explainer: ભારતના ઈતિહાસમાં પહેલીવાર ખાનગી કંપનીએ લોન્ચ કર્યું રોકેટ, કેમ મિશન આગમન આખા વિશ્વ માટે છે ખાસ?

Published By: Priykant Shrimali

Last Updated: 01:31 PM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mission Agaman Vikram-1 : 'મિશન આગમન' એ સ્કાયરુટ એરોસ્પેસના પ્રથમ ઓર્બિટલ રોકેટ વિક્રમ-1ની ટેસ્ટ ફ્લાઇટ છે. આ રોકેટનું લોન્ચિંગ આજે સવારે 11:30 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી કરવામાં આવશે. આ મિશનનો મુખ્ય હેતુ એ ચકાસવાનો છે કે કંપનીએ સંપૂર્ણપણે ભારતમાં વિકસાવેલું લોન્ચ વ્હીકલ પૃથ્વીની કક્ષામાં સફળતાપૂર્વક પેલોડ પહોંચાડી શકે છે કે નહીં. જો આ પરીક્ષણ સફળ જશે તો ભારતના ખાનગી સ્પેસ સેક્ટર માટે નવા યુગની શરૂઆત થશે.

Mission Agaman Vikram-1 : ભારતના અંતરિક્ષ ક્ષેત્ર માટે આજે એક ઐતિહાસિક દિવસ છે. અત્યાર સુધી પૃથ્વીની કક્ષામાં ઉપગ્રહો મોકલવાનું કામ મુખ્યત્વે ISRO કરતું આવ્યું છે, પરંતુ હવે પ્રથમ વખત એક ભારતીય ખાનગી કંપનીએ પોતાના જ વિકસાવેલા ઓર્બિટલ રોકેટ દ્વારા ઉપગ્રહોને અવકાશમાં સ્થાપિત કર્યું છે.

હૈદરાબાદ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરુટ એરોસ્પેસે આજે પોતાના પ્રથમ ઓર્બિટલ ક્લાસ રોકેટ વિક્રમ-1નું પ્રથમ ટેસ્ટ મિશન 'મિશન આગમન' લોન્ચ કર્યું. જો આ મિશન સફળ રહેશે તો ભારત અમેરિકા, જર્મની, જાપાન અને ચીન જેવા દેશોની યાદીમાં સામેલ થશે, જ્યાં ખાનગી કંપનીઓ પણ સ્વતંત્ર રીતે સેટેલાઇટ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે. જો કે, મિશન આગમન શું છે? વિક્રમ-1માં એવી શું ખાસિયત છે? આ લોન્ચ ભારત માટે ગેમચેન્જર કેમ માનવામાં આવી રહ્યો છે? ચાલો સરળ ભાષામાં સમજીએ...

શું છે 'મિશન આગમન'?

'મિશન આગમન' એ સ્કાયરુટ એરોસ્પેસના પ્રથમ ઓર્બિટલ રોકેટ વિક્રમ-1ની ટેસ્ટ ફ્લાઇટ છે. આ રોકેટનું લોન્ચિંગ આજે સવારે 11:30 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી કરવામાં આવશે. આ મિશનનો મુખ્ય હેતુ એ ચકાસવાનો છે કે કંપનીએ સંપૂર્ણપણે ભારતમાં વિકસાવેલું લોન્ચ વ્હીકલ પૃથ્વીની કક્ષામાં સફળતાપૂર્વક પેલોડ પહોંચાડી શકે છે કે નહીં. જો આ પરીક્ષણ સફળ જશે તો ભારતના ખાનગી સ્પેસ સેક્ટર માટે નવા યુગની શરૂઆત થશે.

વિક્રમ-1 રોકેટમાં શું ખાસ છે?

વિક્રમ-1નું નામ ભારતના અવકાશ કાર્યક્રમના પિતા ડૉ. વિક્રમ સારાભાઈના સન્માનમાં રાખવામાં આવ્યું છે.

આ રોકેટની કેટલીક ખાસિયતો

લંબાઈ લગભગ 24 મીટર

  • 450 કિમીની લો અર્થ ઓર્બિટ (LEO)માં 350 કિલો સુધીનો પેલોડ લઈ જઈ શકે
  • સંપૂર્ણ કાર્બન કોમ્પોઝિટ સ્ટ્રક્ચર
  • ત્રણ સોલિડ પ્રોપલ્શન સ્ટેજ
  • સૌથી ઉપર ઓર્બિટલ એડજસ્ટમેન્ટ મોડ્યુલ

આ મોડ્યુલ એક જ મિશનમાં અલગ-અલગ કક્ષામાં અનેક સેટેલાઇટ સ્થાપિત કરી શકે છે.

સ્ટીલ કરતાં 5 ગણું હળવું રોકેટ

વિક્રમ-1ની સૌથી મોટી ખાસિયત તેનો કાર્બન કોમ્પોઝિટ બોડી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે

  • કાર્બન ફાઇબર સ્ટીલ કરતાં લગભગ 5 ગણું હળવું છે.
  • વજન ઓછું હોવાથી રોકેટ વધુ કાર્યક્ષમ બને છે.
  • ઓછા ઈંધણમાં વધુ પેલોડ લઈ જઈ શકે છે.
  • ભારતે પહેલી વખત વાપરી આ ટેક્નોલોજી

વિક્રમ-1માં એવી અનેક ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે, જે ભારતમાં પહેલી વખત વિકસાવવામાં આવી છે.

3D પ્રિન્ટેડ એન્જિન

રોકેટના તમામ લિક્વિડ એન્જિન 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીથી બનાવાયા છે. જે એન્જિન બનાવવા પહેલાં સેંકડો ભાગો લાગતા હતા, હવે તે એક જ પ્રિન્ટેડ યુનિટમાં તૈયાર થઈ જાય છે. તેને કારણે

  • ઉત્પાદન ખર્ચ ઘટે છે
  • સમય બચે છે
  • વિશ્વસનીયતા વધે છે

સ્ટેજ સેપરેશન સિસ્ટમ

કંપનીએ પોતાની સ્વદેશી ન્યૂમેટિક સ્ટેજ સેપરેશન સિસ્ટમ પણ વિકસાવી છે, જે રોકેટના અલગ-અલગ સ્ટેજને વધુ સુરક્ષિત રીતે અલગ કરવામાં મદદ કરે છે.

રોકેટમાં શું મોકલવામાં આવશે?

મિશન આગમન માત્ર ટેક્નિકલ ટેસ્ટ નથી. આ મિશનમાં કેટલાક ખાસ પેલોડ પણ મોકલવામાં આવશે. તેમાં સામેલ છે

  • લેબમાં તૈયાર કરાયેલ ડાયમંડ લોટસ
  • માઇક્રો આર્ટ
  • 18 કેરેટ સોનાથી બનેલું નાનકડું રોકેટ

આ સૂક્ષ્મ રોકેટમાં ભારતના ત્રણ મહાન વૈજ્ઞાનિકોની અતિ સૂક્ષ્મ પ્રતિમાઓ મૂકવામાં આવી છે.

  • સર સી.વી. રમણ
  • ડૉ. વિક્રમ સારાભાઈ
  • ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

આ પ્રતિમાઓ ચોખાના એક દાણા કરતાં પણ નાની છે.

વડાપ્રધાન મોદીનો હસ્તલિખિત સંદેશ પણ જશે અવકાશમાં

આ મિશન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોતાના હસ્તાક્ષરમાં લખાયેલું 'વંદે માતરમ' પોસ્ટકાર્ડ પણ અવકાશમાં મોકલવામાં આવશે. તે ઉપરાંત

  • સ્કાયરુટની ટીમ
  • રોકાણકારો
  • નીતિનિર્માતાઓ
  • દુનિયાભરના શુભેચ્છકો

તેમના હસ્તલિખિત સંદેશો પણ મોકલવામાં આવશે.

આ મિશન એટલું મહત્વનું કેમ?

હવે સુધી ભારતમાં ઓર્બિટલ લોન્ચની જવાબદારી લગભગ સંપૂર્ણપણે ઈસરો પાસે હતી. જો વિક્રમ-1 સફળ રહેશે તો

  • ખાનગી કંપનીઓ પણ સેટેલાઇટ લોન્ચ કરી શકશે.
  • ભારત વૈશ્વિક કોમર્શિયલ લોન્ચ માર્કેટમાં વધુ મજબૂત બનશે.
  • નાના સેટેલાઇટ લોન્ચિંગમાં ભારત મોટી ભૂમિકા ભજવી શકશે.
  • વિદેશી ગ્રાહકોને લોન્ચ સેવા આપી શકાશે.

સ્કાયરુટની શરૂઆત કેવી રીતે થઈ?

સ્કાયરુટ એરોસ્પેસની સ્થાપના 2018માં થઈ હતી.

કંપનીનો હેતુ દુનિયાભરમાં ઓછા ખર્ચે, ઝડપી અને વિશ્વસનીય સેટેલાઇટ લોન્ચિંગ સેવા આપવાનો છે. ઈસરોની ટેસ્ટિંગ સુવિધાઓ અને લોન્ચ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળવાથી કંપનીના વિકાસને પણ મોટી ગતિ મળી.

વિક્રમ-Sથી વિક્રમ-1 સુધીનો સફર

18 નવેમ્બર 2022ના રોજ સ્કાયરુટે વિક્રમ-S નામનો ભારતનો પ્રથમ ખાનગી સબ-ઓર્બિટલ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. આ મિશનમાં

  • સોલિડ પ્રોપલ્શન
  • કાર્બન કોમ્પોઝિટ ટેક્નોલોજી
  • એવિયોનિક્સ
  • ટેલિમેટ્રી

જેવી અનેક મહત્વની ટેક્નોલોજીની સફળ ચકાસણી થઈ હતી. હવે એ જ ટેક્નોલોજીને વધુ વિકસાવીને વિક્રમ-1 તૈયાર કરવામાં આવ્યો છે.

ખાનગી સ્પેસ સેક્ટરને કેવી રીતે મળ્યો વેગ?

છેલ્લાં થોડાં વર્ષોમાં સરકારે અનેક મોટા નિર્ણયો લીધા છે.

2023

  • ભારતીય સ્પેસ પોલિસી 2023
  • IN-SPACe Seed Fund Scheme

2024

  • FDI નિયમોમાં છૂટ
  • નવી મંજૂરી પ્રક્રિયા (NGP-2024)
  • Pre-Incubation Entrepreneurship Programme
  • ₹1000 કરોડનું Venture Capital Fund

2025

  • ₹500 કરોડનું Technology Adoption Fund
  • SSLV ટેક્નોલોજી HALને સોંપાઈ

2026

  • PPP મોડલ પર Earth Observation Satellite Network

આજે ભારતના સ્પેસ સ્ટાર્ટઅપ્સ ક્યાં પહોંચ્યા?

2014માં દેશમાં માત્ર એક સ્પેસ સ્ટાર્ટઅપ નોંધાયેલું હતું. ફેબ્રુઆરી 2026 સુધી આ સંખ્યા વધીને 400થી વધુ થઈ ગઈ છે. ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ્સમાં અત્યાર સુધી 500 મિલિયન ડોલરથી વધુનું રોકાણ થઈ ચૂક્યું છે. આ ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાં

  • સ્કાયરુટ એરોસ્પેસ
  • પિક્સેલ
  • ધ્રુવ સ્પેસ
  • અગ્નિકુલ કોસમોસ
  • બેલાટ્રિક્સ એરોસ્પેસ

જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ 'વિક્રમ 1' લોન્ચ, અવકાશમાં લઇને જશે PM મોદીનો સંદેશ

આગળ શું?

સ્કાયરુટનું કહેવું છે કે હાલ સૌથી મોટું લક્ષ્ય વિક્રમ-1ને વિશ્વસનીય ઓર્બિટલ લોન્ચ વ્હીકલ તરીકે સ્થાપિત કરવાનું છે. જો 'મિશન આગમન' સફળ રહેશે તો તે માત્ર એક રોકેટ લોન્ચ નહીં, પરંતુ ભારતના ખાનગી અંતરિક્ષ ઉદ્યોગ માટે નવા અધ્યાયની શરૂઆત સાબિત થશે. આજે આખી દુનિયાની નજર શ્રીહરિકોટા પર એટલા માટે જ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vikram-1 Mission Agaman Skyroot Aerospace

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ