બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / લાંબા વિરામ બાદ અમદાવાદમા મેઘરાજાની ફરી એન્ટ્રી, ભારે ઉકળાટ અને બફારાથી મળી રાહત
Last Updated: 10:41 PM, 18 July 2026
અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ આખરે વરસાદે ફરી એન્ટ્રી કરી છે. શનિવારે શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં ગરમી અને ભારે બફારાથી પરેશાન શહેરીજનોને રાહત મળી છે.
ADVERTISEMENT
શહેરના બોડકદેવ, વસ્ત્રાપુર, માનસી ચાર રસ્તા સહિત પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ભારે ઉકળાટમાં ઘટાડો થયો હતો.
વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર વાહનચાલકોએ સાવચેતી સાથે વાહનવ્યવહાર કર્યો હતો. કેટલાક વિસ્તારોમાં લોકો વરસાદની મજા માણતા પણ જોવા મળ્યા હતા. જોકે, વરસાદને કારણે ટ્રાફિકની ગતિ પર સામાન્ય અસર જોવા મળી હતી.
ADVERTISEMENT
હવામાન વિભાગે આગામી કલાકોમાં અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ વાદળછાયું વાતાવરણ યથાવત રહેવાની અને ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાત ATSની તપાસમાં મોટો ખુલાસો: જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ બનાવ્યા 8 ટાઈમર બોમ્બ, સુસાઇડ મિશનની પણ તૈયારી
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના છે, જેના કારણે તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. નાગરિકોને વરસાદ દરમિયાન જરૂરી સાવચેતી રાખવાની અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.