બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / લોર્ડ્સ ODI પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત, હર્ષ દુબેને મળ્યો મોટો મોકો

IND vs ENG / લોર્ડ્સ ODI પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત, હર્ષ દુબેને મળ્યો મોટો મોકો

Published By: Pravin Joshi

Last Updated: 09:20 PM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ખાતે રમાનારી નિર્ણાયક ODI પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર હેમસ્ટ્રિંગ ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરનાર હર્ષ દુબેને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. બંને ટીમો વચ્ચે સિરીઝ હાલમાં 1-1થી બરાબરી પર છે અને હવે 19 જુલાઈના રોજ ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાનારી ત્રીજી અને અંતિમ વન ડે મેચ જ સિરીઝનો વિજેતા નક્કી કરશે. ભારતીય સમય અનુસાર મેચ બપોરે 3:30 PM વાગ્યે શરૂ થશે. જોકે આ મહત્વપૂર્ણ મુકાબલા પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.

ભારતીય ટીમના અનુભવી ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે નિર્ણાયક મેચમાંથી બહાર થઈ ગયા છે. સુંદરને ઈંગ્લેન્ડ સામે રમાયેલી બીજી ODI દરમિયાન જમણી હેમસ્ટ્રિંગમાં ઈજા પહોંચી હતી. તબીબી તપાસ બાદ તેમને ત્રીજી અને અંતિમ મેચમાંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCIએ શનિવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું કે વોશિંગ્ટન સુંદર હવે વધુ સ્કેન કરાવશે અને નિષ્ણાત ડૉક્ટરોની સલાહ મુજબ તેમની સારવાર આગળ વધારવામાં આવશે. હાલમાં તેઓ કેટલા સમય સુધી ક્રિકેટથી દૂર રહેશે તે અંગે કોઈ સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી.

TEAM INDIA

વોશિંગ્ટન સુંદરની ગેરહાજરી બાદ પસંદગી સમિતિએ યુવા સ્પિન ઓલરાઉન્ડર હર્ષ દુબે પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત અસરકારક પ્રદર્શન કરનાર હર્ષ દુબેને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ડાબોડી સ્પિન બોલિંગ અને ઉપયોગી બેટિંગ માટે જાણીતા હર્ષે છેલ્લા કેટલાક સમયથી પોતાના પ્રદર્શનથી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. હર્ષ દુબેએ ગયા મહિને અફઘાનિસ્તાન સામે પોતાની ODI આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. અત્યાર સુધી રમાયેલી 2 ODI મેચોમાં તેમણે 7.08ની ઈકોનોમી રેટ સાથે કુલ 4 વિકેટ ઝડપી છે. તેમના સર્વાંગી પ્રદર્શનને ધ્યાનમાં રાખીને હવે તેમને ફરી એકવાર ભારતીય ટીમમાં તક આપવામાં આવી છે.

ROHIT KOHLI

વોશિંગ્ટન સુંદર છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા માટે બોલ અને બેટ બંનેથી મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા. મધ્યક્રમમાં ઝડપી રન બનાવવાની તેમની ક્ષમતા ઉપરાંત પાવરપ્લે અને મધ્યના ઓવરોમાં કિફાયતી બોલિંગ કરીને તેઓ ટીમને સંતુલન આપતા હતા. આવા સમયે તેમની ઈજા ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન શુભમન ગિલ માટે ચિંતાનો વિષય બની છે. હવે સૌની નજર એ વાત પર રહેશે કે હર્ષ દુબેને લોર્ડ્સમાં રમાનારી નિર્ણાયક મેચમાં અંતિમ પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન મળે છે કે નહીં. જોકે ટીમ સંયોજનને જોતા સ્પિન વિભાગમાં કુલદિપ યાદવને રમવાની સંભાવના વધુ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ રોહિત શર્માના રિટાયરમેન્ટ વિવાદને લઇ BCCI નારાજ, સિલેક્ટર્સને આપી વોર્નિંગ!

ભારતીય ટીમ માટે આ મેચ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. લોર્ડ્સમાં જે ટીમ જીતશે તે ODI સિરીઝ પોતાના નામે કરશે. તેથી બંને ટીમો જીત માટે સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

INDvsENG TeamIndia LordsODI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ