બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત ATSની તપાસમાં મોટો ખુલાસો: જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ બનાવ્યા 8 ટાઈમર બોમ્બ, સુસાઇડ મિશનની પણ તૈયારી

ખુલાસો / ગુજરાત ATSની તપાસમાં મોટો ખુલાસો: જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ બનાવ્યા 8 ટાઈમર બોમ્બ, સુસાઇડ મિશનની પણ તૈયારી

Published By: Vishal Khamar

Last Updated: 10:11 PM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત એટીએસ એ પકડેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓની તપાસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં આતંકીએ 8 ટાઈમ બોમ્બ બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે. તેમજ સિદ્ધપુરમાંથી બોમ્બ બનાવવાનું મટીરીયલ ખરીદ્યુ હોવાનો પણ ખુલાસો થવા પામ્યો છે.

ગુજરાત ATS દ્વારા જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા ઝડપાયેલા આતંકીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી આમીન શેરા અને મોહમ્મદ અયુબે મળીને કુલ 8 ટાઈમર બોમ્બ તૈયાર કર્યા હતા. ઉપરાંત હાલ પકડાયેલા પાંચેય આરોપીઓએ વિસ્ફોટકો તૈયાર કરવાની અને હથિયારો ચલાવવાની વિશેષ તાલીમ મેળવી હોવાનું પણ સામે આવ્યું છે.

નદીના પટ્ટમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી

તપાસ મુજબ, સિદ્ધપુર નજીક ખડિયાસળ ગામ પાસે આવેલા નદીના પટ્ટમાં આરોપીઓને બોમ્બ બનાવવાની અને વિસ્ફોટ કરવાની તાલીમ આપવામાં આવી હતી. એટલું જ નહીં, ચાટાવાડા ગામ, ટેબાવાડા ગામ તેમજ મહાકાળી માતા મંદિર નજીક અલગ-અલગ સ્થળોએ વિસ્ફોટના ટ્રાયલ પણ કરવામાં આવ્યા હોવાનું ATSની તપાસમાં બહાર આવ્યું છે.

AK 47 હથિયારની તાલીમ મેળવી હતી

તપાસ એજન્સીઓએ વધુમાં ખુલાસો કર્યો છે કે આરોપી અહેમદ અને ઈબ્રાહિમે AK-47 જેવા આધુનિક હથિયારો ચલાવવાની તાલીમ લીધી હતી. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે કેટલાક આરોપીઓ કાશ્મીર જઈ આતંકવાદીઓ પાસેથી બંધ સ્થળે વિશેષ તાલીમ મેળવી આવ્યા હતા.

સુસાઇડ બોમ્બર બનવા માટે તૈયાર હતા આતંકવાદીઓ

સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓ સુસાઇડ બોમ્બર બનવા માટે પણ તૈયાર હતા અને આતંકી સંગઠનના મિશનને અંજામ આપવા માટે સક્રિય આયોજન કરી રહ્યા હતા.

બોમ્બ બનાવનું મટીરીયલ ખરીદ્યું હતું ત્યાં ATS કરશે તપાસ

ATS હવે સિદ્ધપુરની તે દુકાનની પણ તપાસ કરશે જ્યાંથી બોમ્બ બનાવવામાં ઉપયોગી સામગ્રી ખરીદવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન ખરીદીના બિલ, CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ વસ્ત્રાલની આ ફટાકડાની ફેક્ટરીમા 2014મા પણ થયો હતો બ્લાસ્ટ, આરોપીની અટકાયત કરાઇ, મૃતકોના પરિજનો માટે સહાય જાહેર

ગુજરાત ATSની તપાસ હજુ ચાલુ છે અને વધુ લોકોની સંડોવણી તેમજ આતંકી નેટવર્કના અન્ય તાર પણ સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Timer Bomb Case Gujarat ATS JeM Terror Module

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ