બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ વિવાદ: નિર્મોહી અખાડા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ટ્રસ્ટના પુનર્ગઠનની માંગ કરી

નેશનલ / અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ વિવાદ: નિર્મોહી અખાડા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ટ્રસ્ટના પુનર્ગઠનની માંગ કરી

Published By: Pravin Joshi

Last Updated: 09:50 PM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા રામ મંદિરમાં શ્રદ્ધાળુઓના ચઢાવાની ચોરી અને ઉચાપતના કથિત આરોપો વચ્ચે આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. નિર્મોહી અખાડાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રામ જન્મભૂમિ ટ્રસ્ટના પુનર્ગઠનની અને ગર્ભગૃહમાં વર્ષ 1950 અને 1982ના મૂળ વિગ્રહોને ફરીથી સ્થાપિત કરવાની મોટી માંગ કરી છે.

અયોધ્યા શ્રી રામ મંદિરના ચઢાવામાં ચોરી અને નાણાકીય અનિયમિતતાઓનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. નિર્મોહી અખાડાએ આ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. નિર્મોહી અખાડાએ પોતાની અરજીમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પુનર્ગઠન કરવાની અને ગર્ભગૃહમાં હાલની નવ-પ્રતિષ્ઠિત મૂર્તિના સ્થાને વર્ષ 1950 અને 1982 થી સ્થાપિત મૂળ વિગ્રહોને પુનઃ સ્થાપિત કરવાની અપીલ કરી છે. આ જ કેસમાં, રામ મંદિર ચઢાવા ચોરી મામલે એસઆઈટી (SIT) તપાસની માંગ કરતી અન્ય એક અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થવાની છે.

ram-mandir

ટ્રસ્ટના ઓડિટ અને બંધારણ પર ઉઠ્યા સવાલો

નિર્મોહી અખાડાએ માંગ કરી છે કે આ ટ્રસ્ટને સંપૂર્ણપણે 'પબ્લિક ટ્રસ્ટ' તરીકે પુનર્ગઠિત કરવામાં આવે અને તેના તમામ નાણાકીય તથા મિલકત સંબંધી વ્યવહારોનું કડક 'ફોરેન્સિક ઓડિટ' કરાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2019 માં સુપ્રીમ કોર્ટની 5 જજોની બંધારણીય બેંચે અયોધ્યા જમીન વિવાદ પર ઐતિહાસિક ચુકાદો આપતા ભગવાન શ્રી રામ લલા વિરાજમાનના પક્ષમાં નિર્ણય આપ્યો હતો અને કેન્દ્ર સરકારને મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો હતો.

suprime-court

અખાડાનું કહેવું છે કે 2019 ના ચુકાદાના લગભગ 7 વર્ષ બાદ પણ કોર્ટના નિર્દેશોનું સાચા અર્થમાં પાલન થયું નથી. અરજીમાં આક્ષેપ કરાયો છે કે વર્તમાન ટ્રસ્ટ માત્ર કેટલાક નિયુક્ત અને હોદ્દાની રૂએ બનેલા સભ્યોની મનસ્વી સંસ્થા બની ગયું છે, જે કોઈપણ પૂરતી જવાબદારી કે પારદર્શિતા વગર સાર્વજનિક ધાર્મિક સંપત્તિઓ પર પોતાના અધિકારોનો ઉપયોગ કરી રહ્યું છે. અરજીમાં તાજેતરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલા દાન અને કિંમતી વસ્તુઓની કથિત ઉચાપતના આરોપોનો પણ ઉલ્લેખ કરાયો છે. આ મામલાની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા ઓલરેડી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે, તેથી ટ્રસ્ટના આર્થિક વ્યવહારોની ફોરેન્સિક તપાસ થવી ખૂબ જ જરૂરી છે.

અખાડાએ કર્યા મોટા દાવા

નિર્મોહી અખાડાએ પોતાની અરજીમાં દાવો કર્યો છે કે ટ્રસ્ટમાં અખાડા માટે નક્કી કરાયેલા એકમાત્ર પ્રતિનિધિની પસંદગી અખાડાની પરંપરા મુજબ કરવામાં આવી નથી. મહંત દિનેન્દ્ર દાસનું નામાંકન અખાડાની સ્વીકૃત પ્રક્રિયાને સુસંગત નથી. મૂર્તિ સ્થાપનાના મુદ્દે અખાડાએ જણાવ્યું છે કે, મૂળ વિગ્રહના સ્થાને નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી મુકદ્દમાના મૂળ વિષયમાં જ ફેરફાર થઈ ગયો છે, જે ટ્રસ્ટના અધિકાર ક્ષેત્રની બહારની બાબત છે.

આ પણ વાંચોઃ રોહિત શર્માના રિટાયરમેન્ટ વિવાદને લઇ BCCI નારાજ, સિલેક્ટર્સને આપી વોર્નિંગ!

સુપ્રીમ કોર્ટ પાસે રાખવામાં આવેલી મુખ્ય માંગણીઓ

  • વર્ષ 1950 અને 1982 થી સંબંધિત મૂળ વિગ્રહોને ફરીથી ગર્ભગૃહમાં સ્થાપિત કરવાનો આદેશ આપવામાં આવે. (અખાડાએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો હેતુ 2019 ના ચુકાદાને પડકારવાનો કે તેની પર પુનર્વિચાર કરવાનો નથી, પરંતુ માત્ર તેના યોગ્ય અમલીકરણ અને વ્યવસ્થાપન માટે નિર્દેશ મેળવવાનો છે.)
  • મંદિરમાં તમામ પૂજા, સેવા, ભોગ અને ધાર્મિક વિધિઓ 'રામાનંદી સંપ્રદાય' ની પ્રાચીન પરંપરા અનુસાર જ કરાવવામાં આવે.
  • ટ્રસ્ટીઓની નિમણૂક માટે સ્પષ્ટ માર્ગદર્શિકા બનાવવામાં આવે અને નિર્મોહી અખાડાને યોગ્ય પ્રતિનિધિત્વ મળે.
  • 2019 ના ચુકાદાનું યોગ્ય પાલન થયું છે કે નહીં તે ચકાસવા માટે એક સ્વતંત્ર સમિતિની રચના કરવામાં આવે.
  • આ મહત્વપૂર્ણ અરજી નિર્મોહી અખાડાના સરપંચ, આશરે 102 વર્ષીય મહંત રાજારામચંદ્રાચાર્ય તરફથી એડવોકેટ પ્રતિભા જૈન મારફતે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NirmohiAkhada SupremeCourt RamMandir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ