બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વસ્ત્રાલની આ ફટાકડાની ફેક્ટરીમા 2014મા પણ થયો હતો બ્લાસ્ટ, આરોપીની અટકાયત કરાઇ, મૃતકોના પરિજનો માટે સહાય જાહેર
Last Updated: 09:19 PM, 18 July 2026
અમદાવાદ શહેરના રામોલ વિસ્તારના ગત્રાડ રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ ઘટનાસ્થળથી અંદાજે 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.
ADVERTISEMENT
અફરાતફરીનો માહોલ સર્જાયો
બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાં અજય ડામોર, પાયલ ડામોર, ભરત ચારણ, સુરેશ અને ગોવિંદ ડામોર સહિતના લોકોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ફટાકડા બનાવવાનો એકમ ગેરકાયદેસર
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી અનુસાર, જ્યાં બ્લાસ્ટ થયો તે ફટાકડા બનાવવાનો એકમ ગેરકાયદેસર રીતે ચાલી રહ્યો હતો. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, ફેક્ટરીનું લાયસન્સ અગાઉથી જ રદ કરવામાં આવ્યું હોવા છતાં ત્યાં ફટાકડાનું ઉત્પાદન ચાલુ રાખવામાં આવતું હતું.
ફેક્ટરી સંચાલક મેહુલ ડોડીયાની અટકાયત
ADVERTISEMENT
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ફેક્ટરી સંચાલક મેહુલ ડોડીયાની ગણતરીના કલાકોમાં જ અટકાયત કરવામાં આવી છે. સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે, જે બ્લાસ્ટના ચોક્કસ કારણો તેમજ સંભવિત બેદરકારીના મુદ્દે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
RAFના જવાનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી
બચાવ કામગીરી દરમિયાન RAFના જવાનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ RAFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જીવના જોખમે અનેક ઘાયલોને ફેક્ટરીમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા પણ બચાવ કામગીરીમાં સહયોગ આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ ઘટના સ્થળે પહોંચી
આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓને કલાકો સુધી સતત કામગીરી કરવી પડી હતી. લાંબી જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. હાલમાં ઘટનાસ્થળે ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ ચાલુ છે. મૃતકોની ઓળખ અને બ્લાસ્ટના ચોક્કસ કારણ અંગે વધુ માહિતી તપાસ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.
બ્લાસ્ટની ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
બ્લાસ્ટની ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને PM મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં દુર્ઘટનાથી દુઃખ થયું. દુઃખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના, ઘાયલ લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રભુને પ્રાર્થના, સ્થાનિક વહીવટીતંત્ર પ્રભાવિત લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે, PM મોદીએ મૃતકના પરિવારજનને પીએમ રાહત ફંડમાંથી 2 લાખની સહાયની જાહેરાત કરી, ઈજાગ્રસ્ત તમામ લોકોને 50 હજારની સહાયની જાહેરાત.
Extremely saddened to hear about the loss of lives due to a mishap at a fireworks factory in Ahmedabad, Gujarat. My thoughts are with the bereaved families in this hour of grief. Praying for the speedy recovery of the injured. The local administration is providing all possible…
— PMO India (@PMOIndia) July 18, 2026
ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કરીને સહાયની જાહેરાત કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કરીને સહાયની જાહેરાત કરી છે. ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાના સમાચાર અત્યંત દુઃખદ, આ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના, મૃતકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરૂં છું. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને ચાર લાખની સહાયની જાહેરાત કરી જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.
બ્લાસ્ટને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ ઉપર ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. જેસીપી (JCP) ઝોન-2, અમદાવાદ સાથે વાત થઈ છે. જે લોકો ગેરકાયદે ફેક્ટરી ચલાવતા હતા તેઓની અટકાયત કરી લેવામાં આવી છે. વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમા વકર્યો ચાંદીપુરા વાયરસ, દેવભૂમિ દ્વારકામા 6 વર્ષના બાળકમા જોવા મળ્યા લક્ષણો
ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ મામલે મોટો ખુલાસો
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ બાદ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે આ જ ફેક્ટરીમાં 14 જુલાઈ, 2014ના રોજ પણ ભયાનક બ્લાસ્ટ થયો હતો, જેમાં 14 વર્ષીય વિજય ચુનારાનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને વિજયના પરિવારજનોએ VTV NEWS સાથે વાતચીતમાં જણાવ્યું કે તેમના નાનાભાઈનું 13 વર્ષ પહેલાં ગેરકાયદે ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં મોત થયું હતું. પરિવારજનોએ આરોપ લગાવ્યો કે ફેક્ટરી રમીલાબેન ડોડીયા અને લલિત દ્વારા ચલાવવામાં આવતી હતી અને અગાઉની ઘટના બાદ પણ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી. હવે ફરી એકવાર આગની ગંભીર ઘટના સામે આવતા પરિવારજનોએ જવાબદાર ફેક્ટરી સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.