બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમા વકર્યો ચાંદીપુરા વાયરસ, દેવભૂમિ દ્વારકામા 6 વર્ષના બાળકમા જોવા મળ્યા લક્ષણો
Last Updated: 06:01 PM, 18 July 2026
દેવભૂમિ દ્વારકાના 6 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી જવા પામ્યા છે. બાળકના સેમ્પલ ગાંધીનગર રિપોર્ટ માટે મોકલ્યા છે. 8 દિવસ બાદ ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ આવશે. દ્વારકાના બિરલા પ્લોટમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વે અને દવાનો છંટકાવ શરૂ કર્યો છે. લક્ષણો દેખાતા જ ત્વરિત સારવાર લેવા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી છે.
ADVERTISEMENT

બાળકને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
ADVERTISEMENT
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 6 વર્ષના એક બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બાળકમાં તાવ, ખેંચ આવવી, ચક્કર આવવા અને ઉલટી જેવી ગંભીર સમસ્યાઓ જણાતા તેને વધુ સારવાર અર્થે તાત્કાલિક જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, જ્યાં હાલ તેનું નિરીક્ષણ અને સારવાર ચાલી રહી છે.

ADVERTISEMENT
આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી
આ ઘટનાને પગલે સ્થાનિક આરોગ્ય વિભાગ તુરંત જ સતર્ક બની ગયું છે. તબીબી ટીમ દ્વારા દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાવચેતીના પગલા રૂપે બાળકના ઘરની આસપાસના વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે, તેમજ આસપાસના રહીશોનું ટેસ્ટિંગ અને પૂછપરછ કરીને આરોગ્ય સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ઈડરના રહેવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં, દૂષિત પાણી પીવા બન્યા મજબૂર, તંત્રની બેદરકારી સામે વિરોધ
આરોગ્ય વિભાગની લોકોને સતર્ક રહેવા લોકોને અપીલ
ADVERTISEMENT
આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને સતર્ક રહેવા અને ખાસ અપીલ કરવામાં આવી છે. જો કોઈ બાળકમાં તાવ, ખેંચ આવવી, ઉલટી કે ચક્કર જેવા લક્ષણો જણાય તો ગભરાયા વગર તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અને સમયસર નિદાન કરાવવા સૂચના આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.