બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અમરનાથ ગુફાના 5 એવા રહસ્યો, જેનો જવાબ આજે પણ વૈજ્ઞાનિકો પાસે નથી!

photo-story

9 ફોટો ગેલેરી

ધર્મ / અમરનાથ ગુફાના 5 એવા રહસ્યો, જેનો જવાબ આજે પણ વૈજ્ઞાનિકો પાસે નથી!

Last Updated: 04:10 PM, 19 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અમરનાથ ગુફા ભગવાન શિવનું પવિત્ર સ્થાન છે જ્યાં કુદરત અને આસ્થાનું અદ્ભુત મિલન જોવા મળે છે. આ ગુફા અનેક પૌરાણિક કથાઓ, રહસ્યો અને માન્યતાઓથી ભરેલું છે.

1/9

photoStories-logo

1. ભગવાન શિવ સાથે જોડાયેલી આસ્થા

કાશ્મીરની વાદીઓમાં અનેક એવી ગુફાઓ છે જેને લોકો રહસ્યમય માને છે. આ ગુફાઓની અંદરની સુરંગો ઘણી લાંબી હોય છે અને અમુક લોકોનું કહેવું છે કે તે હજારો કિલોમીટર દૂર બીજા દેશો સુધી પહોંચી શકે છે. જમ્મુ-કાશ્મીરના પીર પંજાલ વિસ્તારની ગુફાઓ પણ ખુબ પ્રાચીન છે, જ્યાં ભગવાન શિવ સાથે જોડાયેલી આસ્થા જોવા મળે છે. આ જ રીતે શિવ ખાડીનું સ્થાન પણ ભક્તો માટે ખૂબ જ મહત્વનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. અમરનાથ ગુફા

જેમાં વાત કરીએ સૌથી વિખ્યાત અને પવિત્ર અમરનાથ ગુફાની તો આ ગુફા કાશ્મીરમાં આવેલી છે. દર વર્ષે અહીં લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. શ્રીનગરથી આ ગુફાની અંતર લગભગ 150 કિલોમીટર છે અને તે સમુદ્ર સપાટીથી લગભગ 3978 મીટરની ઊંચાઈએ આવેલી છે. ગુફાની સાઈઝ પણ મોટી છે. જેમાં ઊંચાઈ આશરે 150ફૂટ અને લંબાઈ 90 ફૂટ જેટલી છે. અમરનાથ યાત્રા માટે બે મુખ્ય રસ્તા છે. એક પહલગામ તરફથી અને બીજો બાલટાલ (સોનમાર્ગ) તરફથી જાય છે. આ બંને જગ્યાએ વાહન દ્વારા પહોંચી શકાય છે, પરંતુ ત્યારબાદ યાત્રા પગપાળા જ કરવી પડે છે. આ યાત્રા શારીરિક રીતે કઠિન હોવા છતાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક છે. તો ચાલો અમરનાથ ગુફા સાથે જોડાયેલી 5 રહસ્યમય બાબતો જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. વધુ પુણ્ય મળવાની માન્યતા

અમરનાથના દર્શનથી ખુબ વધુ પુણ્ય મળે છે. અહીંયા એવી માન્યતા છે કે અહીંના દર્શનનું ફળ બીજા ઘણા પ્રસિદ્ધ તીર્થો કરતાં પણ વધુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. અમર કથાની માન્યતા

એવું મનાય છે કે ભગવાન શિવે આ જ ગુફામાં માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય જણાવ્યું હતું. આ કથા અમુક જીવોએ પણ સાંભળી લીધી હતી, જે આજે પણ ત્યાં દેખાય છે એવી માન્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. ગુફાનું પ્રાચીન નામ

આ સ્થાનને અમરેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. બાદમાં તે નામ બાબા બર્ફાનીના નામથી વધુ પ્રસિદ્ધ થયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. શિવજીનો ત્યાગ માર્ગ

એવું પણ માન્યતા છે કે, જ્યારે ભગવાન શિવ આ ગુફા તરફ જઈ રહ્યા હતા ત્યારે તેઓએ રસ્તામાં પોતાના અનેક પ્રતીકો અને વસ્તુઓ વિવિધ સ્થળોએ છોડી દીધી હતી, જેના કારણે યાત્રામાર્ગના અનેક પડાવો ધાર્મિક રીતે મહત્વના બન્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. બરફનું શિવલિંગ

ગુફામાં પાણીની બૂંદો ટપકીને ધીરે ધીરે બરફનું શિવલિંગ બનાવે છે. જેની ખાસ વાત એ છે કે આ શિવલિંગનો આકાર ચંદ્રમાના વધવા-ઘટવા સાથે બદલાતો રહે છે જે તેને શાનદાર બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. પૌરાણિક મહત્વ

અમરનાથ ગુફા સાથે અનેક પ્રાચીન કથાઓ અને ઐતિહાસિક બાબતો જોડાયેલા છે. એવી માન્યતા છે કે, જ્યારે કાશ્મીરની ખાડી પાણીથી ભરેલી હતી ત્યારે ઋષિ કશ્યપે નદીઓ દ્વારા તે પાણીને બહાર કાઢ્યું હતું. ત્યારબાદ હિમાલયની ગુફાઓમાં સૌપ્રથમ ભૃગુ ઋષિએ આ પવિત્ર સ્થાન અને બરફના શિવલિંગનાં દર્શન કર્યા હતા. આ ગુફાની ઉંમર વિશે પણ અલગ-અલગ મત છે. જેમાં અમુક તેને મહાભારત કાળની માને છે, તો અમુક વિદ્વાનો તેને હિમયુગના સમયની અને તેનાથી પણ વધુ પ્રાચીન માને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Amarnath Cave Amarnath Yatra mysteries Cave
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ