બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગિરનાર જતા યાત્રાળુઓએ કરાવવી પડશે નોંધણી, ઓનલાઈન પણ થશે રજિસ્ટ્રેશન, ઓળખ કાર્ડ જોડે રાખવું ફરજિયાત

જૂનાગઢ / ગિરનાર જતા યાત્રાળુઓએ કરાવવી પડશે નોંધણી, ઓનલાઈન પણ થશે રજિસ્ટ્રેશન, ઓળખ કાર્ડ જોડે રાખવું ફરજિયાત

Published By: Vishal Khamar

Last Updated: 11:14 PM, 17 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢના ગિરનારમાં યાત્રાળુઓની સુરક્ષા માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ગિરનારમાં આવતીકાલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે.

ગિરનાર પર્વત પર દર્શન માટે આવતા યાત્રાળુઓની સુરક્ષા અને અસરકારક વ્યવસ્થાપન માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી ગિરનાર યાત્રા માટે ઓનલાઈન તેમજ ઓફલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવશે.

નવી વ્યવસ્થા મુજબ નવી સીડી, જૂની સીડી તેમજ ગિરનાર રોપ-વે મારફતે યાત્રા કરતા તમામ યાત્રાળુઓએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તંત્ર દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી યાત્રાળુઓને સરળતા રહે.

સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે યાત્રાની શરૂઆત વખતે 'IN' અને પરત ફરતી વખતે 'OUT' નોંધાવવું ફરજિયાત રહેશે. આ વ્યવસ્થાથી ગિરનાર પર હાજર યાત્રાળુઓની સંખ્યા પર નજર રાખવામાં સરળતા રહેશે અને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં ઝડપી કાર્યવાહી શક્ય બનશે.

તંત્રે વધુમાં જણાવ્યું છે કે ગિરનાર આવનાર દરેક યાત્રાળુએ પોતાની સાથે માન્ય ઓળખપત્ર (ID Proof) રાખવું ફરજિયાત રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ યાત્રાળુઓની સુરક્ષા વધારવો, ભીડનું અસરકારક સંચાલન કરવું અને જરૂરી સમયે બચાવ કામગીરીને ઝડપી બનાવવાનો છે.

આ પણ વાંચોઃ રસ્તામાં બાળકોને જોઈ CM ભૂપેન્દ્ર પટેલે અટકાવી ગાડી, અંબાલીના ગ્રામનો સાથે કર્યો સંવાદ

તંત્રે તમામ ભાવિકોને અપીલ કરી છે કે તેઓ સમયસર રજિસ્ટ્રેશન કરાવી નવી માર્ગદર્શિકાનું પાલન કરે અને સુરક્ષિત તથા સુવ્યવસ્થિત ગિરનાર યાત્રામાં સહકાર આપે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Girnar Online Registration Girnar Registration Girnar Yatra

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ