બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / રસ્તામાં બાળકોને જોઈ CM ભૂપેન્દ્ર પટેલે અટકાવી ગાડી, અંબાલીના ગ્રામનો સાથે કર્યો સંવાદ
Last Updated: 10:54 PM, 17 July 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આણંદ જિલ્લાના અંબાલી ગામ નજીક અચાનક ગાડી થોભાવી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીના આ અણધાર્યા વિરામથી સ્થાનિકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.
ADVERTISEMENT
રસ્તાની બાજુમાં શાળાના યુનિફોર્મમાં ઉભેલા બાળકો તેમજ ગામના કેટલાક લોકો પર મુખ્યમંત્રીની નજર પડતા તેમણે પોતાનો કાફલો થોભાવી સૌને મળવાનું પસંદ કર્યું. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ, શાળા અને તેમના ભવિષ્ય અંગે વાતચીત કરી તેમજ તેમને મન લગાવીને અભ્યાસ કરવાની પ્રેરણા આપી.
ADVERTISEMENT
આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો સાથે પણ સંવાદ સાધી ગામમાં ઉપલબ્ધ મૂળભૂત સુવિધાઓ, વિકાસકાર્યો અને સ્થાનિક જરૂરિયાતો અંગે માહિતી મેળવી. ગ્રામજનોએ પણ પોતાના વિસ્તાર સંબંધિત વિવિધ મુદ્દાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા.
આ પણ વાંચોઃ જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર, ગુજરાત ATSની તપાસ ચાલુ
ADVERTISEMENT
મુખ્યમંત્રીનો આ સહજ અને લોકસંપર્ક આધારિત અભિગમ સ્થાનિકો માટે યાદગાર ક્ષણ બની રહ્યો. અચાનક થયેલી આ મુલાકાત દરમિયાન ગ્રામજનોએ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.