બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / પ્રેગ્નેન્સીમાં પણ જબરદસ્ત એક્શન કરી રહી છે દીપિકા પાદુકોણ, આ ફિલ્મો માટે બદલ્યા નિયમ
5 ફોટો ગેલેરી
Last Updated: 09:55 PM, 17 July 2026
1/5
બોલિવૂડ સુપરસ્ટાર દીપિકા પાદુકોણે ફરી એકવાર સાબિત કર્યું છે કે જ્યારે તેના કામ અને કમિટમેન્ટની વાત આવે છે, ત્યારે કોઈ પડકાર તેના માર્ગમાં ટકી શકતો નથી. તેણે તેની પહેલી પુત્રી દુઆના જન્મ સમયે પ્રેંગ્નેસી દરમિયાન 'કલ્કી 2898 એડી'નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું અને હવે તે ફરી એકવાર એવું કરી રહી છે.
2/5
અહેવાલો અનુસાર દીપિકા બીજી વખત ગર્ભવતી છે, પરંતુ તેમ છતાં તે તેની આગામી મોટી ફિલ્મો 'કિંગ' અને 'રાકા' નું કામ પુર્ણ કરવા લાગી છે. ગર્ભાવસ્થાના અંતિમ મહિનાઓમાં હોવા છતાં દીપિકા માત્ર રાત્રિ શિફ્ટમાં જ કામ કરી રહી નથી, પરંતુ પ્રસૂતિ રજા પર જતા પહેલા નિર્માતાઓનું કામ સમયસર પૂર્ણ થાય તેવા પ્રયાસ કરી રહી છે.
3/5
સૂત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે સાત મહિનાની ગર્ભવતી હોવા છતાં તે ફિલ્મ માટે લગભગ દરરોજ કેમેરાનો સામનો કરી રહી છે. કેટલાક સ્ટંટ એટલા કઠિન અને મુશ્કેલ છે કે સામાન્ય દિવસે પણ તે કરવા સરળ નથી. જોકે દીપિકા શારીરિક પડકારોને બાજુ પર રાખી રહી છે અને આ મોટા પ્રોજેક્ટને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
4/5
5/5
દર્શકો પહેલાથી જ દિગ્દર્શક એટલીની 'રાકા' ફિલ્મને લઇ ચર્ચા કરી રહ્યા છે. આ ફિલ્મને 2027 ની સૌથી મોટી ફિલ્મ તરીકે માનવામાં આવે છે. ફિલ્મનો સૌથી મોટો યુએસપી તેની સ્ટાર કાસ્ટ છે, જેમાં દીપિકા પાદુકોણ અને દક્ષિણ ભારતીય સુપરસ્ટાર અલ્લુ અર્જુન સ્ક્રીન શેર કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ