બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ગોવિંદાની ફિલ્મ વિશે પૂછતા જ ભડકી સુનિતા, જાહેરમાં આપી દીધો ખતરનાક જવાબ

photo-story

5 ફોટો ગેલેરી

બોલીવુડ / ગોવિંદાની ફિલ્મ વિશે પૂછતા જ ભડકી સુનિતા, જાહેરમાં આપી દીધો ખતરનાક જવાબ

Last Updated: 07:04 PM, 17 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ અભિનેતા ગોવિંદા સાત વર્ષ બાદ ફિલ્મ 'રૂપા' દ્વારા કમબેક કરવા જઈ રહ્યા છે. પરંતુ તેમની નવી ફિલ્મ કરતાં વધુ ચર્ચા પત્ની સુનિતા આહૂજાના નિવેદનની થઈ રહી છે. ગોવિંદાની ફિલ્મ વિશે સવાલ પૂછાતા સુનિતાએ જાહેરમાં એવો જવાબ આપ્યો કે સોશિયલ મીડિયા પર ફરી એકવાર તેમના સંબંધોને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

1/5

photoStories-logo

1. સુનિતા આહૂજાના નિવેદનની થઈ ચર્ચા

અભિનેતા ગોવિંદા સાત વર્ષ બાદ ફિલ્મ 'રૂપા' દ્વારા બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પોતાની નવી ફિલ્મ અને નવી અભિનેત્રી રાની સ્વર્ણકારને લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. જોકે, ફિલ્મ કરતાં વધુ ચર્ચા તેમની પત્ની સુનિતા આહૂજાના નિવેદનની થઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 'રૂપા-વૂપાની વાત નહીં કરો, મારા દીકરા વિશે પૂછો'

એક ઇવેન્ટ દરમિયાન પાપારાઝીએ સુનિતા આહૂજાને ગોવિંદાની ફિલ્મ 'રૂપા' અંગે સવાલ કર્યો. તેના જવાબમાં સુનિતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "આ જગ્યા 'રૂપા-વૂપા'ની વાત કરવાની નથી. હવે તમે માત્ર મારા અને મારા દીકરા યશવર્ધનની ફિલ્મ વિશે વાત કરો." તેમણે આગળ કહ્યું કે, "એકતા કપૂરે અમારી ફિલ્મ માટે ઘણો ખર્ચ કર્યો છે. તેથી હવે દરેક જગ્યાએ યશવર્ધન અને સુનિતાની જ વાત થવી જોઈએ. મને બીજા કોઈ વિશે વાત નથી કરવી."

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. 'મારો દીકરો મારો ગર્વ છે'

પત્રકારોએ જ્યારે સુનિતાને યાદ અપાવ્યું કે ગોવિંદાએ તાજેતરમાં કહ્યું હતું કે "મારો દીકરો મારા કરતાં પણ વધુ ટેલેન્ટેડ છે અને ઘણો આગળ જશે," ત્યારે સુનિતાએ જવાબ આપ્યો, "હા, મારો દીકરો ટેલેન્ટેડ છે, સંસ્કારી છે. મેં તેને ઉછેર્યો છે અને તે ચોક્કસપણે ઘણો આગળ જશે. બસ, તમે તેને પ્રેમ આપતા રહો."

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ

સુનિતાના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચાહકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી. કેટલાક યુઝર્સે લખ્યું કે, "સુનિતાના શબ્દોમાં ગુસ્સો અને અંતર સ્પષ્ટ દેખાય છે." કેટલાકે કહ્યું કે, "પિતા તો આખરે પિતા જ હોય છે." બીજી તરફ કેટલાક લોકોએ સુનિતાનું સમર્થન પણ કર્યું. તેમનું કહેવું હતું કે જો ભૂતકાળમાં ગોવિંદાના કારણે સુનિતાને દુઃખ પહોંચ્યું હોય, તો આજે તેઓ પોતાના અને પોતાના દીકરાના કરિયર પર ધ્યાન આપી રહ્યા છે, તેમાં કંઈ ખોટું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ફરી ચર્ચામાં ગોવિંદા-સુનિતાના સંબંધો

છેલ્લા કેટલાક સમયથી ગોવિંદા અને સુનિતા આહૂજાના સંબંધોને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે. બંને જાહેરમાં એકબીજા વિશે બહુ ઓછું બોલતા જોવા મળે છે. હવે ગોવિંદાની કમબેક ફિલ્મને લઈને સુનિતાના આ નિવેદન બાદ ફરી એકવાર તેમના સંબંધોમાં મતભેદ હોવાની અટકળોએ જોર પકડ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Govinda comeback Sunita Ahuja Govinda
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ