બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'આમિર ખાનને મારશે તેને 5 કરોડ આપીશ', જાણો પરમહંસ આચાર્ય આમીર ખાન પર કેમ ભડક્યા?

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / 'આમિર ખાનને મારશે તેને 5 કરોડ આપીશ', જાણો પરમહંસ આચાર્ય આમીર ખાન પર કેમ ભડક્યા?

Last Updated: 07:32 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનના ત્રીજા લગ્નને લઈને શરૂ થયેલો વિવાદ હવે અત્યંત ગંભીર વળાંક લઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેના નિવેદન બાદ હવે અયોધ્યાના જગદ્‌ગુરુ પરમહંસ આચાર્યએ આમિર ખાન વિરુદ્ધ એક અત્યંત વિવાદાસ્પદ અને ચોંકાવનારી જાહેરાત કરી છે.

1/5

photoStories-logo

1. 'આમિર ખાનને મારશે તેને 5 કરોડ આપીશ', જાણો પરમહંસ આચાર્ય આમીર ખાન પર કેમ ભડક્યા?

બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનના ત્રીજા લગ્નને લઈને શરૂ થયેલો રાજકીય અને સામાજિક વિવાદ સતત ઘેરો બની રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણે દ્વારા આમિર ખાનને 'લવ જિહાદના બ્રાન્ડ એમ્બેસેડર' ગણાવ્યા બાદ હવે અયોધ્યાની તપસ્વી છાવણીના પીઠાધીશ્વર જગદ્‌ગુરુ પરમહંસ આચાર્ય પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે. તેમણે નિતેશ રાણેના નિવેદનનું સંપૂર્ણ સમર્થન કરવાની સાથે-સાથે આમિર ખાનને લઈને એક અત્યંત સનસનાટીભરી અને વિવાદાસ્પદ જાહેરાત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 5 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત

જગદ્‌ગુરુ પરમહંસ આચાર્યએ આમિર ખાન પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે, આમિર ખાને અત્યાર સુધીમાં 3 લગ્ન કર્યા છે અને આ ત્રણેય લગ્ન હિન્દુ મહિલાઓ સાથે જ કર્યા છે. હવે 62 વર્ષની ઉંમરે, જ્યારે જીવનનો અંતિમ પડાવ છે, ત્યારે તેઓ માત્ર 'લવ જિહાદ' નો સંદેશ આપવા માટે આવું કરી રહ્યા છે. નિતેશ રાણેએ જે કહ્યું છે તે કોઈ માત્ર આરોપ નથી પરંતુ વાસ્તવિકતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. લવ જિહાદને પ્રોત્સાહન

સાધુ પરમહંસ આચાર્યએ વધુમાં ઉમેર્યું, આ લોકો સમાજના મોટા ગુનેગાર છે જેઓ પરસ્પર સૌહાર્દ બગાડવા અને લવ જિહાદને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારના ષડયંત્રો રચી રહ્યા છે. હું ઘોષણા કરું છું કે જે કોઈ પણ વ્યક્તિ આમિર ખાન પર હુમલો કરશે અથવા તેને ટપકાવી દેશે, તેના પરિવારને અમે 5 કરોડ રૂપિયાનું ઈનામ આપીશું અને તેનો જે પણ કાનૂની ખર્ચ થશે તે પણ અમે ભોગવીશું. જો આવા 100 થી 200 લોકોને પાઠ ભણાવવામાં આવે તો લવ જિહાદ કાયમ માટે બંધ થઈ જશે. તેમણે શાસ્ત્રો અને ધર્મનો હવાલો આપતા કહ્યું કે ઇસ્લામમાં મૂર્તિપૂજા વર્જિત છે. જે ધર્મમાં આપણા દેવી-દેવતાઓની પૂજા માન્ય નથી, તે ધર્મના લોકો આપણી બહેન-દીકરીઓ સાથે લગ્ન કેવી રીતે કરી શકે? આવા કૃત્યો કરનારાઓને જીવતા છોડવા એ મોટી ભૂલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કોણ છે જગદ્‌ગુરુ પરમહંસ આચાર્ય?

જગદ્‌ગુરુ પરમહંસ આચાર્ય ઉત્તર પ્રદેશના અયોધ્યાની સુપ્રસિદ્ધ 'તપસ્વી છાવણી' ના પીઠાધીશ્વર અને અગ્રણી હિન્દુ સંત છે. તેઓ પોતાના ઉગ્ર વિચારો, હિન્દુ રાષ્ટ્રની ખુલ્લેઆમ વકાલાત અને સેલિબ્રિટીઓ કે રાજકારણીઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવા માટે અવારનવાર ચર્ચામાં રહે છે. ભગવા વસ્ત્રો, લાંબી જટાઓ અને ગળામાં રુદ્રાક્ષની મોટી માળા તેમની મુખ્ય ઓળખ છે. તેઓ મૂળરૂપે બિહાર અથવા મધ્ય પ્રદેશના સિધી જિલ્લાના વતની હોવાનું મનાય છે અને નાની ઉંમરે જ અયોધ્યા આવી ગયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. શાહરૂખ ખાનને લઈને પણ તેઓ ભૂતકાળમાં વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે

અગાઉ સપ્ટેમ્બર 2023 માં, તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ પર કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં તેમણે સ્ટાલિનનું શિરચ્છેદ કરનારને 10 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને લઈને પણ તેઓ ભૂતકાળમાં વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AamirKhan ParamhansAcharya NiteshRane
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ