બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'કેસ હારી જશો' કહી પિતાને ડરાવ્યા, પછી 12 વર્ષની બાળકી સાથે સુરતના નરાધમ વકીલે આચર્યું દુષ્કર્મ

ક્રાઈમ / 'કેસ હારી જશો' કહી પિતાને ડરાવ્યા, પછી 12 વર્ષની બાળકી સાથે સુરતના નરાધમ વકીલે આચર્યું દુષ્કર્મ

Vishal Khamar

Last Updated: 06:54 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરના સચિન જીઆઈડીસી (GIDC) પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક એવી સનસનીખેજ ઘટના સામે આવી છે, જેણે કાયદાના રક્ષક અને ન્યાયના વ્યવસાયને કલંકિત કરી દીધો છે.

સુરત શહેરના સચિન જીઆઈડીસી (GIDC) પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક એવી સનસનીખેજ ઘટના સામે આવી છે, જેણે કાયદાના રક્ષક અને ન્યાયના વ્યવસાયને કલંકિત કરી દીધો છે. એક ૧૨ વર્ષની પીડિત સગીરાને ન્યાય અપાવવાનો ભરોસો આપનાર વકીલે જ તેની સાથે દુષ્કર્મ જેવી ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસે તત્પરતા દાખવી આરોપી વકીલની ધરપકડ કરી લીધી છે અને તેની પાસેથી ગુનામાં વપરાયેલો મોબાઈલ પણ જપ્ત કર્યો છે.

સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક ૧૨ વર્ષની સગીરા સાથે વર્ષ 2025 માં બે સગા ભાઈઓએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ આઘાતમાંથી પસાર થઈ રહેલા પીડિત પરિવારે ન્યાયની ગુહાર લગાવતા ગુનો નોંધાવ્યો હતો, જેમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ પણ રજૂ કરી દીધી છે.

પીડિત પરિવારે કોર્ટમાં કેસની પેરવી કરવા માટે પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર નામના વકીલની નિમણૂક કરી હતી. ૧૨ જુલાઈના રોજ આ વકીલે સગીરાના પિતાને ફોન કર્યો અને દીકરીને પોતાના ઘરે કામ માટે મોકલવા જણાવ્યું. જ્યારે પિતાએ આ બાબતે વાંધો ઉઠાવ્યો, ત્યારે વકીલે ધમકી આપતા કહ્યું કે, "જો દીકરીને મારા ઘરે કામ પર નહીં મોકલો, તો હું કોર્ટમાં તમારો કેસ બગાડી નાખીશ અને આરોપીઓ છૂટી જશે.

કાયદાકીય દાવપેચથી અજાણ અને લાચાર પિતા આ ધમકીથી ખરાબ રીતે ડરી ગયો. કોર્ટ-કચેરીના ડરથી તેણે પોતાની ૧૨ વર્ષની માસૂમ દીકરીને વકીલ સાથે મોકલી દીધી. આરોપી વકીલ સગીરાને પોતાની ગાડીમાં બેસાડીને ડીંડોલી વિસ્તારના ઉમરા ચોક સ્થિત પોતાના મકાને લઈ ગયો. ત્યાં માસૂમ બાળકીને એકલી જોઈને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું અને આ ઘૃણાસ્પદ કૃત્યનો મોબાઈલમાં વીડિયો પણ બનાવી લીધો.

આ હેવાનિયત બાદ ગભરાયેલી બાળકી જ્યારે પોતાના ઘરે પહોંચી, ત્યારે તેણે રડતા-રડતા પોતાના પિતાને વકીલના આ કાળા કરતૂતની જાણકારી આપી. દીકરીની આપવીતી સાંભળી પીડિત પિતા તરત જ ૧૩ જુલાઈ ૨૦૨૬ના રોજ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને પહોંચ્યા અને લેખિત ફરિયાદ નોંધાવી.

આ પણ વાંચોઃ કચ્છીઓના નવા વર્ષે જ ધરા ધ્રુજી, ખાવડા અને ધોળાવીરા ભૂકંપના આંચકા અનુભવાયા

મામલાની ગંભીરતાને જોતા સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરત જ એક્શનમાં આવ્યા હતા. પોલીસની એક વિશેષ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી વકીલને ઝડપી પાડ્યો હતો. પોલીસે સગીરાને તબીબી પરીક્ષણ (મેડિકલ ટેસ્ટ) માટે મોકલી આપી છે અને આરોપી પ્રણયરાજ રણવીરને ઝડપી લીધો છે. આરોપી સામે દુષ્કર્મ તેમજ પોક્સો (POCSO) એક્ટ હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat crime news Sachin GIDC police station news Gujarat POCSO case
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ