ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / કચ્છીઓના નવા વર્ષે જ ધરા ધ્રુજી, ખાવડા અને ધોળાવીરા ભૂકંપના આંચકા અનુભવાયા
Last Updated: 05:43 PM, 16 July 2026
ADVERTISEMENT
કચ્છમાં અષાઢી બીજના પાવન દિવસે, જ્યારે કચ્છી સમુદાય દ્વારા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી હતી અને ભગવાનની રથયાત્રાનું આયોજન થયું હતું, ત્યારે જિલ્લામાં ભૂકંપના બે ઉપરાઉપરી આંચકાઓ અનુભવાતા લોકોમાં ચિંતા ફેલાઈ હતી.
ADVERTISEMENT
કચ્છના સરહદી વિસ્તાર ખાવડા તેમજ ઐતિહાસિક ધરોહર ધરાવતા ધોળાવીરા પંથકમાં ગણતરીની મિનિટોના અંતરે ધરતી ધ્રૂજી ઉઠી હતી. બપોરના સમયે આવેલા આ બંને આંચકાઓ બાદ કેટલાક વિસ્તારોમાં લોકો સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર દોડી આવ્યા હતા.
ADVERTISEMENT
ખાવડા નજીક 3.6ની તીવ્રતાનો ભૂકંપ
ભૂકંપનો પ્રથમ આંચકો કચ્છના ખાવડા વિસ્તારમાં બપોરે 2.20 કલાકે નોંધાયો હતો. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી અંદાજે 32 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે. તીવ્રતા સામાન્ય કરતાં વધુ અનુભવાતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રથયાત્રાની ખુશી વચ્ચે છવાયો શોકનો માહોલ, 'લક્ષ્મી' નામની હાથણીનું રહસ્યમય મોત
બે મિનિટ બાદ ધોળાવીરા નજીક ફરી આંચકો
ADVERTISEMENT
પ્રથમ ભૂકંપના માત્ર બે મિનિટ બાદ એટલે કે બપોરે 2.22 કલાકે કચ્છમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી હતી. બીજો આંચકો ધોળાવીરા નજીક નોંધાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ પણ ધોળાવીરાથી અંદાજે 32 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT