બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / પ્રથમ રથમાં બિરાજ્યા જગન્નાથ, થોડીવારમાં CM કરશે પહિંદ વિધિ

રથયાત્રા 2026 LIVE / પ્રથમ રથમાં બિરાજ્યા જગન્નાથ, થોડીવારમાં CM કરશે પહિંદ વિધિ

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rath Yatra 2026 Live Updates : વહેલી સવારથી જ જગન્નાથ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે અને સમગ્ર શહેરમાં ભક્તિ, ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીના રથો પરંપરાગત વિધિ-વિધાન બાદ નગરચર્યાએ નીકળશે

Rath Yatra 2026 Live Updates : અમદાવાદ આજે ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાનો સાક્ષી બનશે. વહેલી સવારથી જ જગન્નાથ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે અને સમગ્ર શહેરમાં ભક્તિ, ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીના રથો પરંપરાગત વિધિ-વિધાન બાદ નગરચર્યાએ નીકળશે. રથયાત્રા પહેલાં મંદિર પરિસરમાં મંગળા આરતી, પહિન્દ વિધિ અને અન્ય ધાર્મિક વિધિઓ યોજાશે. ત્યારબાદ ભગવાનના રથો હજારો હરિભક્તોના જયઘોષ વચ્ચે નિર્ધારિત માર્ગ પર આગળ વધશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો, સંત-મહંતો, અખાડાઓ, ભજન મંડળીઓ અને ગજરાજો જોડાશે.

પ્રથમ રથમાં બિરાજ્યા જગન્નાથ, થોડીવારમાં CM કરશે પહિંદ વિધિ

કેટલો વેચાશે પ્રસાદ?

July 16, 2026 05:32

ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિ્યાન 45 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી-દાડમ, 2 લાખ ઉપેરણાં પ્રસાદ તરીકે ભક્તો અપાશે.

પ્રથમ રથમાં બિરાજ્યા જગન્નાથ, રથયાત્રાનો શુભ પ્રારંભ

July 16, 2026 05:25

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાના પાવન અવસરે ભગવાન જગન્નાથજીને પ્રથમ રથમાં વિધિવત્ બિરાજમાન કરવામાં આવ્યા. વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત ધાર્મિક વિધિઓ વચ્ચે ભગવાનને રથમાં પધરાવવામાં આવતા સમગ્ર મંદિર પરિસર 'જય જગન્નાથ'ના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ આ પવિત્ર ક્ષણના દર્શન કરીને ધન્યતા અનુભવી. હવે પહિંદ વિધિ બાદ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પોતાના પરંપરાગત માર્ગે પ્રસ્થાન કરશે.

1200થી 1600 જેટલા ખલાસી ભાઈઓ જોડાશે રથયાત્રામાં

July 16, 2026 04:51

મહત્વનું છે કે, ભગવાનનો રથ ખેંચવા માટે ખલાસી બંધુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત અને બહારના શહેરોમાંથી મોટી સંખ્યામાં ખલાસીઓ ખાસ અમદાવાદ આવે છે. આ વર્ષે મુંબઈ, સુરત, મહેમદાવાદ, વડોદરા, ખંભાત અને નડિયાદ જેવા વિવિધ શહેરોમાંથી આશરે 1200 થી 1600 જેટલા ખલાસી ભાઈઓ રથયાત્રામાં જોડાશે અને ત્રણેય રથ ખેંચવાની સેવા આપશે.

મુખ્યમંત્રી કરશે પહિંદ વિધિ

July 16, 2026 04:49

મંગળા આરતી બાદ જય રણછોડ માખણ ચોરના નાદથી મંદિર પરિષર ગુંજી ઉઠ્યું હતું. સવારે 4:30 વાગ્યે ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવશે. 5 વાગ્યાની આસપાસ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બેસાડવામાં આવશે. સવારે 7:30 વાગ્યે ત્રણેય રથ મંદિરથી બહાર નીકળશે.

ભગવાનના મોસાળમાં રથયાત્રાની આખરી તૈયારીઓ

July 16, 2026 04:47

રણછોડજી મંદીરમાં રથયાત્રાની આખરી તૈયારીઓ, મંગળા આરતી પહેલા ભક્તો દર્શન માટે પહોંચ્યા, રણછોડજીના મંદીરમાં સજાવટ કરાઈ, સરસપુરના રસ્તાઓ પર પણ સજાવટ

ભગવાન શ્રી જગન્નાથના ભક્તો માટે ખીચડીનો પ્રસાદ

July 16, 2026 04:28

આજના દિવસે ભક્તોને ખીચડીની પ્રસાદ આપવામાં આવશે. મંદિરમા આવતા ભક્તો જગન્નાથ ભગવાનની ખીચડીનો પ્રસાદની લાભ લેશે

અમિત શાહે પરિવાર સાથે આરતીનો લીધો લ્હાવો

July 16, 2026 04:26

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે આરતીમાં ભાગ લીધો હતો.

ડેપ્યુટી CM હર્ષ સંઘવી જગન્નાથ મંદિર પહોંચ્યા

July 16, 2026 04:00

મંદિર પરિસર માં પોલીસ નો લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો, ત્રણેય રથનું મુખ્યમંત્રી કરાવશે પ્રસ્થાન, 22 કિમીની રથયાત્રાના રૂટ પર ભગવાન ભક્તોને આપશે દર્શન.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થોડીવારમાં મંદિર પહોંચશે

July 16, 2026 03:55

અમિત શાહ મંગલા આરતીમાં લેશે ભાગ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે પહિન્દવિધિ, પહિંદવિધિ બાદ નાથ નગરચર્યાએ નિકળશે

આજે કેવું રહેશે વાતાવરણ ?

July 16, 2026 03:55

હવામાન વિભાગે આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ, ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી રથયાત્રામાં જોડાનારા ભક્તોને હવામાનને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. શહેરના અનેક માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જાહેર કરાયેલા ડાયવર્ઝન રૂટનું પાલન કરવા અને જરૂરિયાત મુજબ જ રથયાત્રાના માર્ગ પર જવાની અપીલ કરવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા માત્ર ધાર્મિક પરંપરા જ નહીં, પરંતુ અમદાવાદની સાંસ્કૃતિક ઓળખ અને સામાજિક એકતાનું પણ પ્રતિક માનવામાં આવે છે. લાખો શ્રદ્ધાળુઓ આજે ભગવાનના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરશે અને સમગ્ર શહેર ભક્તિના રંગમાં રંગાઈ જશે.

અમદાવાદ પોલીસ દ્વારા અભૂતપૂર્વ સુરક્ષા બંદોબસ્ત

July 16, 2026 03:50

રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા અભૂતપૂર્વ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર 16 કિલોમીટર લાંબા રૂટ પર હજારો પોલીસ જવાનો, SRP, BSF અને અન્ય સુરક્ષા એજન્સીઓ તૈનાત રહેશે. ડ્રોન સર્વેલન્સ, AI આધારિત ફેસ રેકગ્નિશન કેમેરા, CCTV મોનિટરિંગ અને એન્ટી-ડ્રોન સિસ્ટમ જેવી આધુનિક ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે.

લાઇવ ટીવી

logo લાઇવ ટીવી
વધુ જુઓ log

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ