બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ISROના વૈજ્ઞાનિકો હવે મનફાવે ત્યારે નહીં આપી શકે રાજીનામું, સરકારનો મોટો નિર્ણય

નેશનલ / ISROના વૈજ્ઞાનિકો હવે મનફાવે ત્યારે નહીં આપી શકે રાજીનામું, સરકારનો મોટો નિર્ણય

Nirav Kumar

Last Updated: 04:22 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસને લઇ એક મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે. કેમ કે, ISRO માંથી અનેક વૈજ્ઞાનિકો અને એન્જીનીયર નોકરીઓ છોડી રહ્યા છે. આથી હવે તેઓ વહેલા રાજીનામું આપી શકશે નહીં કે વહેલી નિવૃત્તિ પણ લઈ નહીં શકે.

ગગનયાન જેવા સુપર મિશન અને દેશના બીજા મહત્વના પ્રોજેક્ટ્સમાં કામ કરતા વૈજ્ઞાનિકો અને એન્જીનીયર હવે વહેલા રાજીનામું આપી શકશે નહીં કે વહેલી નિવૃત્તિ પણ લઈ શકશે નહીં. આવી કોઈ પણ અરજી સીધી ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસને મોકલવી પડશે અને ત્યાંથી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે .આ આદેશ ISROની અંદર ચાલતી મોટી સમસ્યાને ખુલ્લી પાડી રહી છે. એક સમયે ISRO યુવાનોનું સ્વપ્ન હતું પણ હવે ત્યાંથી સારા-સારા દિમાગો છોડી રહ્યા છે.

  • સરકારનો નવો આદેશ શું ?

ગગનયાન અને બીજા મહત્વના પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોની રાજીનામા કે VRSની અરજીઓ સ્થાનિક કેન્દ્ર પર સીધી સ્વીકારવાની ના પાડવામાં આવી છે. જેમાં દરેક કેસ અવકાશ વિભાગને મોકલવો જરૂરી રહેશે. જેમાં સરકારે સ્વીકાર્યું છે કે આવા ઘણા કેસ આવી રહ્યા છે જે મોટા મિશનને અસર કરી રહ્યા છે.

  • વૈજ્ઞાનિકો કેમ છોડી રહ્યા છે?

પહેલાં ISRO દેશના સ્માર્ટેટ યુવાનોને આકર્ષતું હતું. લોકો દેશ માટે કંઈક શાનદાર કરવા માંગતા હતા. પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. જેના મુખ્ય કારણોમાં બહાર ઘણી વધારે સેલરી, ઝડપી પ્રમોશન, સારું વર્ક કલ્ચર અને વર્ક-લાઈફ બેલેન્સ, ઓછી અમલદારશાહી, નવી આઈડિયા માટે જગ્યા ન મળવી અને મહેનતની પ્રશંસા ન થવી અને ખાનગી સ્પેસ કંપનીઓ હવે તગડા પેકેજ આપીને ટોપ ટેલેન્ટને આકર્ષી રહી છે.

  • અવકાશ ક્ષેત્રમાં નવી ચેલેન્જ

સરકારે IN-SPACE બનાવીને પ્રાઈવેટ કંપનીઓને મોકળું મેદાન આપ્યું છે. જેમાં આ સારી વાત છે પણ ISRO મજબૂત નહીં રહે તો આ બધું ટકશે નહીં. ગગનયાનમાં માણસને અવકાશમાં મોકલવાનું સપનું છે. આ માટે અનુભવી અને સ્કીલ્ડ વૈજ્ઞાનિકોની ખુબ જરૂર છે. જો તેઓ છોડી દેશે તો મિશન પર મોટું જોખમ આવી જશે. જેમાં પ્રાઈવેટ કંપનીઓ ISROની જૂની ટેક્નોલોજી અને જ્ઞાન પર આધાર રાખીને આગળ વધી રહી છે. દેશના ટેક્સના પૈસાથી બનેલી આ બુનિયાદ કમજોર પડે તો બધા પર અસર થશે.

  • સરકારે શું કરવું જોઈએ?

આ આદેશ તો માત્ર તાત્કાલિક રોકવાનો ઉપાય છે પણ આ સમસ્યાનો સાચો ઉકેલ નથી. સરકારે વૈજ્ઞાનિકો સાથે બેસીને વાત કરવી જોઈએ. જેમાં પગાર વધારવા, પ્રમોશનને સરળ બનાવવા, રીસર્ચ માટે વધુ ફંડ આપવું, સારું વર્ક વાતાવરણ અને કલ્ચર બનાવવું અને યુવાનોને આગળ વધવાનો મોકો આપવો જોઈએ.

વધુ વાંચો : E20 પેટ્રોલ વિવાદમાં ગ્રાહકની ઐતિહાસિક જીત, કાર કંપનીને કોર્ટે આપ્યો મોટો ઝટકો

ભારત 2040 સુધીમાં વિશ્વનો મોટો અવકાશ દેશ બનવા માંગે છે. એના માટે ISROને ફરીથી સપનાઓનું કેન્દ્ર બનાવવું પડશે જ્યાં લોકો ખુશીથી આવે અને રહેવા માંગે. જેમાં માત્ર આદેશથી નહીં પણ સારા પગાર, સારા માહોલ અને સાચા નેતૃત્વથી જ આ સપનું સાકાર થશે. ISROનો આ નવો આદેશ એક વાત સ્પષ્ટ કરે છે સારા વૈજ્ઞાનિકો જઈ રહ્યા છે. ગગનયાન અને દેશના મોટા સપનાઓને સાચવવા માટે હવે ગંભીર પગલાં લેવાની જરૂર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ISRO Gaganyaan Scientists
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ