બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / અમિત શાહની આજે કમલમ ખાતે બેઠક, ચૂંટણીથી UCC સુધીના મુદ્દે થશે ચર્ચા

ગાંધીનગર / અમિત શાહની આજે કમલમ ખાતે બેઠક, ચૂંટણીથી UCC સુધીના મુદ્દે થશે ચર્ચા

Vishal Khamar

Last Updated: 03:12 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કમલમ ખાતે બેઠક યોજાનાર છે. કમલમ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. બેઠક પાછળ રાજકીય સંગઠનાત્મક વ્યૂહરચના તેમજ નવી મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદની વ્યૂહરચના છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે 3:30 વાગ્યે ભાજપના પ્રદેશ મુખ્યાલય 'કમલમ' ખાતે ઉચ્ચસ્તરીય બેઠકમાં ભાગ લેશે. બેઠકમાં રાજ્યના વરિષ્ઠ નેતાઓ અને સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

સંગઠનાત્મક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે

માહિતી અનુસાર, બેઠકમાં રાજકીય તેમજ સંગઠનાત્મક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને નવી મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ આગામી રાજકીય આયોજન અને મતદારો સુધી વધુ અસરકારક રીતે પહોંચવા માટેની વ્યૂહરચના ઘડવામાં આવશે.

પેજ પ્રમુખ - બૂથ કાર્યકરોને સક્રિય કરવાની રણનિતી

બેઠક દરમિયાન પેજ પ્રમુખો અને બૂથ સ્તરના કાર્યકરોને વધુ સક્રિય બનાવવા માટેની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષના પ્રદર્શનનું વિશ્લેષણ કરવામાં આવશે અને જ્યાં અપેક્ષિત પરિણામો પ્રાપ્ત થયા નથી તેવા વિસ્તારોની સ્થિતિ અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષના પ્રદર્શનની સમીક્ષા

સૂત્રોના જણાવ્યા મુજબ, સંગઠનમાં જૂથબંધી અથવા કામગીરીમાં જોવા મળેલી ક્ષતિઓ અંગે જવાબદારી નક્કી કરવા સંબંધિત મુદ્દાઓ પણ બેઠકના એજન્ડામાં સામેલ હોઈ શકે છે. ઉપરાંત, શિસ્તભંગની પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ 19 દિવસથી અન્નજળ ત્યાગ કરી અનશન પર બેઠા સોનમ વાંગચુક, હવે દિલ્હી હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ

UCCના કાયદાકીય અમલીકરણ અંગે સંભવિત આંતરિક ચર્ચા

આ ઉપરાંત, રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC)ના સંભવિત કાયદાકીય અમલીકરણને લઈને આંતરિક સ્તરે પ્રાથમિક ચર્ચા થવાની પણ શક્યતા છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર એજન્ડો જાહેર કરવામાં આવ્યો નથી. રાજકીય વર્તુળોમાં આ બેઠકને આગામી ચૂંટણીલક્ષી તૈયારીઓ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kamalam meeting BJP Gujarat Amit Shah
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ