ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / રોહિત શર્માનું કરિયર ખતમ થવાના આરે! છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ સાબિત થઈ શકે છે ત્રીજી વનડે

સ્પોર્ટ્સ / રોહિત શર્માનું કરિયર ખતમ થવાના આરે! છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ સાબિત થઈ શકે છે ત્રીજી વનડે

Published By: Jinal Chauhan

Last Updated: 08:10 AM, 17 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટના સૌથી સફળ ઓપનરોમાંના એક રોહિત શર્માના આંતરરાષ્ટ્રીય કરિયરને લઈને મોટી ચર્ચા શરૂ થઈ છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ બની શકે છે.

ADVERTISEMENT

લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર 19 જુલાઈએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે રમાવાની છે. આ મેચ માત્ર સિરીઝ માટે જ નહીં પરંતુ રોહિત શર્માના ભવિષ્ય માટે પણ મહત્વની માનવામાં આવી રહી છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી વર્લ્ડ કપની યોજનામાં રોહિતનો સમાવેશ નહીં થાય. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

રોહિત શર્માના ભવિષ્યને લઈને અટકળો

છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટ જગતમાં રોહિત શર્માના આંતરરાષ્ટ્રીય કરિયરને લઈને ચર્ચા ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો હવે આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને નવી ટીમ તૈયાર કરવા માંગે છે. તેના કારણે અનુભવી ખેલાડીઓના ભવિષ્ય પર સવાલો ઉભા થયા છે.

Rohit Sharma on Retirement

ફિટનેસ બની રહી છે ચિંતાનો વિષય

રોહિત શર્મા છેલ્લા કેટલાક સમયથી ઈજાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. IPL 2026 દરમિયાન પણ તેઓ ઈજાગ્રસ્ત થયા હતા અને કેટલીક મેચોથી દૂર રહ્યા હતા. લાંબી ટુર્નામેન્ટ અને સતત ક્રિકેટને કારણે તેમની ફિટનેસ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. આગામી મોટા ટૂર્નામેન્ટ સુધી ફિટ રહેવું તેમના માટે મોટો પડકાર બની શકે છે.

બેટિંગ ફોર્મે વધારી ચિંતા

એક સમય એવો હતો જ્યારે રોહિત શર્મા શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરીને સામેની ટીમ પર દબાણ બનાવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં તેમના પ્રદર્શનનો ગ્રાફ નીચે આવ્યો હોવાનું જોવા મળ્યું છે. વનડે ક્રિકેટમાં સતત મોટી ઇનિંગ્સ રમવામાં તેઓ સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. આ કારણે ટીમના ભવિષ્યને લઈને ચર્ચા વધુ તેજ બની છે.

vtv app promotion

આ પણ વાંચોઃ IND vs ENG: કાર્ડિફમાં ગરજે છે રોહિત-કોહલીનું બેટ, માત્ર આ એક આંકડો આપે છે ટેન્શન

યુવા ખેલાડીઓ આપી રહ્યા છે જોરદાર ટક્કર

ભારતીય ટીમ પાસે હાલમાં અનેક યુવા ઓપનરો ઉપલબ્ધ છે. યશસ્વી જયસવાલ અને ઈશાન કિશન જેવા ખેલાડીઓએ પોતાની પ્રતિભા સાબિત કરી છે. યુવા ખેલાડીઓ સતત સારું પ્રદર્શન કરી રહ્યા હોવાથી પસંદગીકારો લાંબા ગાળાની યોજના પર વધુ ધ્યાન આપી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

શું લોર્ડ્સમાં જોવા મળશે ભાવુક ક્ષણ?

જો મીડિયા રિપોર્ટ્સ સાચા સાબિત થાય તો લોર્ડ્સમાં રમાનારી ત્રીજી વનડે રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ બની શકે છે. જોકે હજુ સુધી BCCI અથવા રોહિત શર્માની તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ક્રિકેટ ચાહકોની નજર હવે આ મેચ અને ત્યારબાદ આવનારી જાહેરાતો પર ટકેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ODI Cricket Rohit Sharma Team India

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ