ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટોસ પહેલા જ ભારતને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો, જસપ્રીત બુમરાહ થયો ટીમની બહાર

IND vs ENG 3rd ODI / ટોસ પહેલા જ ભારતને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો, જસપ્રીત બુમરાહ થયો ટીમની બહાર

Published By: Bijal Vyas

Last Updated: 04:16 PM, 19 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jasprit Bumrah Ruled Out:ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ વખતે ઓફિશિયલ રીતે આ વાતની પુષ્ટિ કરી હતી. આ નિર્ણાયક મેચમાં બુમરાહની ગેરહાજરી ભારતીય ટીમ માટે મોટો ફટકો છે.

ADVERTISEMENT

લોર્ડ્સ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વન-ડે મેચ પહેલાં ભારતીય ટીમને એક ખરાબ સમાચાર મળ્યા છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે આ મેચ રમી શકશે નહીં. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ વખતે ઓફિશિયલ રીતે આ વાતની પુષ્ટિ કરી હતી. આ નિર્ણાયક મેચમાં બુમરાહની ગેરહાજરી ભારતીય ટીમ માટે મોટો ફટકો છે. આ રમતમાં ટીમ ઈન્ડિયા માટે તેમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ હોત. તેમની ગેરહાજરીમાં હવે ટીમને જીત અપાવવાની જવાબદારી યુવા બોલરો પર છે.

એક અપડેટમાં BCCIએ જણાવ્યું હતું કે, "કાર્ડિફમાં રમાયેલી બીજી વન-ડે મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે જસપ્રીત બુમરાહના ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. ડાબા ઘૂંટણમાં સોજો હોવાને કારણે તેમની ત્રીજી વન-ડે માટે પસંદગી થઈ શકી ન હતી." ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચોઃ PV Sindhu એ જીત્યુ જાપાન ઓપન, અકાને યામાગુચીને ફાઇનલમાં હરાવનારી બની પહેલી ભારતીય

ટોસ જીત્યા બાદ બ્રુકએ કહ્યું, "અમે પહેલા બેટિંગ કરીશું. પિચ સારી દેખાય છે. સાકિબ મહમૂદના સ્થાને ટંગ ટીમમાં પાછો ફર્યો છે." ભારતીય કેપ્ટન શુભમન ગિલે કહ્યું, "અમે પણ બોલિંગ કરવાનો જ નિર્ણય કર્યો હોત. ઘૂંટણની ઈજાને કારણે બુમરાહ રમી રહ્યો નથી. કેએલ, પ્રિન્સ અને અર્શદીપ ટીમમાં આવ્યા છે."

ત્રણ બદલાવની સાથે ઉતર્યુ ભારત

ભારત (પ્લેઇંગ ઇલેવન): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, ઇશાન કિશન, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, ગુરનૂર બરાડ, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

3rd odi against england jasprit bumrah ruled out IND vs ENG 3rd ODI

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ