બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / PV Sindhu એ જીત્યુ જાપાન ઓપન, અકાને યામાગુચીને ફાઇનલમાં હરાવનારી બની પહેલી ભારતીય

સ્પોર્ટ્સ / PV Sindhu એ જીત્યુ જાપાન ઓપન, અકાને યામાગુચીને ફાઇનલમાં હરાવનારી બની પહેલી ભારતીય

Published By: Bijal Vyas

Last Updated: 02:47 PM, 19 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Japan Open 2026: મહિલા સિંગલ્સની ફાઇનલમાં, પી.વી. સિંધુએ તેમની જાણીતી હરીફ જાપાનની અકાને યામાગુચીને સીધા ગેમ્સમાં 21-17, 21-17થી હરાવી.

ભારતની સ્ટાર શટલર પી.વી. સિંધુએ જાપાન ઓપનનો ખિતાબ જીત્યો છે. આ બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતનારી તે પ્રથમ ભારતીય શટલર છે. મહિલા સિંગલ્સની ફાઇનલમાં તેમણે પોતાની જાણીતી હરીફ, જાપાનની અકાને યામાગુચીને સીધા ગેમ્સમાં 21-17, 21-17થી હરાવી હતી. બેડમિન્ટન કોર્ટ પર બંને ખેલાડીઓ વચ્ચેનો આ 30મો મુકાબલો હતો અને હવે પી.વી. સિંધુએ તેમના 'હેડ-ટુ-હેડ' રેકોર્ડમાં 16-14ની સરસાઈ મેળવી લીધી છે.

પીવી સિંધુ માટે જાપાન ઓપન જીતવાનો અર્થ?

પી.વી. સિંધુએ 'જાપાન ઓપન' જીતીને સફળતાની એક ઐતિહાસિક ગાથા રચી છે. આ વિજય તેમના માટે ખૂબ મહત્વ છે. આ તેમનું પ્રથમ 'BWF 750' ટાઇટલ છે અને તેઓ 'જાપાન ઓપન' જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. વર્ષ 2024 માં 'સૈયદ મોદી ટુર્નામેન્ટ' જીત્યા બાદ આ તેમનું પ્રથમ 'વર્લ્ડ ટૂર' ટાઇટલ છે, તેમજ છેલ્લા ચાર વર્ષમાં ભારતની બહાર જીતેલું આ તેમનું પ્રથમ મુખ્ય બેડમિન્ટન ટાઇટલ છે.

પી.વી. સિંધુએ છેલ્લે 2022માં સિંગાપોર ઓપન જીતી હતી. જાપાન ઓપનમાં તેમની જીત ખાસ કરીને વિશેષ છે કારણ કે તેમણે ફાઇનલમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયનને હરાવીને આ સિદ્ધિ મેળવી હતી.

પીવી સિંધુની આગળ નહીં ટકી શકે યામાગુચી

બેડમિન્ટન કોર્ટ પર પી.વી. સિંધુ અને અકાને યામાગુચી વચ્ચેની હરીફાઈ જાણીતી છે. તેમની વચ્ચેના મુકાબલા સામાન્ય રીતે ખૂબ જ સંઘર્ષપૂર્ણ હોય છે, જે બાબત તેમના 'હેડ-ટુ-હેડ' આંકડાઓમાં પણ સ્પષ્ટ થાય છે. જોકે, જાપાન ઓપનની ફાઇનલમાં પોતાના જ દેશમાં રમી રહેલી યામાગુચી સિંધુ સામે સંપૂર્ણપણે નિષ્પ્રભ જણાઈ હતી. સિંધુની આક્રમક અને ઝડપી રમતનો સામનો કરવા માટે તેની પાસે જાણે કોઈ જવાબ જ નહોતો. પરિણામે, સિંધુએ જાપાન ઓપનની ફાઇનલ સરળતાથી જીતીને ઈતિહાસ રચ્યો.

આ પણ વાંચોઃ દનાદન 10 ગોલ...ફ્રાંસને હરાવી ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને આવ્યું, 44 વર્ષ બાદ થઇ કંઇક આવી મેચ

જાપાન ઓપન જીતવાનો રેકિંગમાં થઇ શકે છે ફાયદા

આ વર્ષની શરૂઆતમાં પી.વી. સિંધુનું વિશ્વ રેન્કિંગ ઘટીને 18 મા સ્થાને પહોંચી ગયું હતું. જોકે, શાનદાર પ્રદર્શનના જોરે તેમણે ટોચના 10માં વાપસી કરી છે અને હાલમાં તેઓ વિશ્વમાં 9મા ક્રમે છે. જાપાન ઓપનની ફાઇનલમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન અકાને યામાગુચીને હરાવ્યા બાદ તેમના રેન્કિંગમાં વધુ સુધારો જોવા મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

created history by defeating akane yamaguchi in final pv sindhu won japan open 2026

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ