બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / દનાદન 10 ગોલ...ફ્રાંસને હરાવી ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને આવ્યું, 44 વર્ષ બાદ થઇ કંઇક આવી મેચ

Fifa World Cup 2026 / દનાદન 10 ગોલ...ફ્રાંસને હરાવી ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને આવ્યું, 44 વર્ષ બાદ થઇ કંઇક આવી મેચ

Published By: Bijal Vyas

Last Updated: 08:34 AM, 19 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

England vs France: ઇંગ્લેન્ડે ફીફા વર્લ્ડ કપ 2026 ના ત્રીજા સ્થાન માટેની રોમાચક મેચમાં ફ્રાન્સને હરાવ્યું. આ મેચમાં એક પછી એક ગોલ મારવામાં આવ્યા હતા. જેમાં આખરે ઇંગ્લેન્ડ વિજયી બન્યું.

England vs France: ઇંગ્લેન્ડે ફીફા વર્લ્ડ કપ 2026 ના ત્રીજા સ્થાન માટેની રોમાચક મેચમાં ફ્રાન્સને હરાવ્યું. આ મેચમાં એક પછી એક ગોલ મારવામાં આવ્યા હતા. જેમાં આખરે ઇંગ્લેન્ડ વિજયી બન્યું. મિયામી સ્ટેડિયમ ખાતે યોજાયેલી ત્રીજા સ્થાન માટેની મેચમાં કુલ 10 ગોલ થયા હતા. છ ગોલ ઇંગ્લેન્ડે અને ચાર ગોલ ફ્રાન્સે કર્યા હતા. ફ્રાન્સને 6-4 થી હરાવીને, ઇંગ્લેન્ડે તેના FIFA વર્લ્ડ કપ 2026 અભિયાનનું સમાપન ત્રીજા સ્થાન સાથે કર્યું. 1966માં, ઈગ્લેન્ડની ટીમ ચેમ્પિયન બની હતી.

44 વર્ષ પછી રમાઈ આવી મેચ

જ્યારે મેચ શરૂ થઈ, ત્યારે કોઈએ પણ એવું નહોતુ વિચાર્યુ કે આવુ પરિણામ આવશે. 44 વર્ષ પહેલાં આજના જેવી મેચ જોવા મળી હતી. ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં પણ 10 ગોલ વાળી મેચ રમાયાને વર્ષો થઈ ગયા. ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં ફક્ત 6 મેચમાં 10 કે તેથી વધુ ગોલ થયા છે. મિયામી સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચેની ટક્કર તે યાદીમાં છઠ્ઠા ક્રમે છે. આ પહેલા, 1982માં હંગેરી અને અલ સાલ્વાડોર વચ્ચેની ફિફા વર્લ્ડ કપ મેચમાં 11 ગોલ થયા હતા. હંગેરીએ તે મેચ 10-1થી જીતી હતી.

ઇંગ્લેન્ડે શરૂઆતમાં નિયંત્રણ મેળવ્યું, ફ્રાન્સ 0-4થી પાછળ

રાઇસે મેચની ત્રીજી જ મિનિટમાં ઇંગ્લેન્ડ માટે પહેલો ગોલ ફટકાર્યો હતો. પંદર મિનિટ પછી, કોન્સાએ વધુ એક ગોલ કર્યો. 18મી મિનિટમાં ગોલ કરીને, ઇંગ્લેન્ડે ફ્રાન્સ પર 2-0 ની લીડ મેળવી. ઇંગ્લેન્ડે મેચનો ત્રીજો અને ચોથો ગોલ પણ ફટકાર્યો હતો. બુકાયો સાકાએ 38મી અને 46મી મિનિટમાં બંને ગોલ કર્યા. પ્રથમ હાફના અંત સુધીમાં, ઇંગ્લેન્ડે ફ્રાન્સ પર 4-0 ની લીડ વધારી દીધી હતી.

ફ્રાન્સનું પુનરાગમન, સાકાની હેટ્રિક અને ઇંગ્લેન્ડનો વિજય

બીજા હાફની શરૂઆત થતાં જ, ફ્રાન્સે વળતો પ્રહાર શરૂ કર્યો. કેપ્ટન કાયલિયન એમબાપ્પેએ 48મી મિનિટે ઇંગ્લેન્ડ સામે ફ્રાન્સનો પહેલો ગોલ કર્યો. 6 મિનિટ પછી, બાર્કોલાએ પણ ગોલ કરીને મેચને રોમાચક તબક્કે લઈ આવ્યો. 54મી મિનિટના તે ગોલના કારણે, સ્કોર 2-4 નો થયો. 66મી મિનિટે, કાયલિયન એમબાપ્પેએ પોતાનો બીજો અને ફ્રાન્સનો 3 જો ગોલ કરીને મેચને વધુ જીવંત બનાવી અને સ્કોર 3-4 પર લાવી દીધી.

આ પણ વાંચોઃ ટ્રૉફી તો બધાએ જોઇ છે..., પરંતુ આ વર્ષે ચેમ્પિયન્સને FIFA આપશે ગોલ્ડ 'Ring'

બીજા હાફમાં ફ્રાન્સે કરેલ પલટવાર વચ્ચે ઇંગ્લેન્ડને આખરે 87મી મિનિટે વધુ એક ગોલ કરવાની તક મળી. સાકાએ આ ગોલ પણ કર્યો, 2026 ફિફા વર્લ્ડ કપ મેચ માટે તેની હેટ્રિક પૂર્ણ કરી. સ્ટોપેજ ટાઇમ દરમિયાન ફ્રાન્સે ફરી એક ગોલ કર્યો હતો. પરંતુ ઇંગ્લેન્ડે તરત જ છઠ્ઠા ગોલ સાથે વળતો જવાબ આપ્યો, આ ગોલ જુડ બેલિંગહામે ફટકાર્યો હતો. અંતે, ફ્રાન્સ ચાર ગોલ પર જ અટક્યુ હતું. જ્યારે ઇંગ્લેન્ડ છ ગોલ સાથે વિજયી બન્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

England beat France third place play off FIFA World Cup 2026

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ