બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગર જિલ્લામા ચાંદીપુરા વાયરસનો પહેલો કેસ સામે આવ્યો, 6 વર્ષીય બાળકનુ મૃત્યુ થયુ
Last Updated: 05:53 PM, 19 July 2026
ભાવનગરના વલભીપુર તાલુકાના મેલાણા ગામના 6 વર્ષના બાળકને 8 જુલાઈના રોજ ભારે તાવ, ઉલટી અને સતત આંચકીની ફરિયાદ સાથે પ્રથમ વલભીપુર આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી. બાળકની સ્થિતિ ગંભીર હોવાથી તેને ભાવનગરની સર ટી. જનરલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં બાળ આરોગ્ય વિભાગની ટીમે બાળકને તાત્કાલિક આઈ.સી.યુમાં દાખલ કરી વેન્ટિલેટર સહિત સઘન સારવાર શરૂ કરી હતી.
ADVERTISEMENT

23 કલાકની અંદર જ બાળકનું મૃત્યુ થયું
ADVERTISEMENT
લોહી, પેશાબ અને સી.એસ.એફ. સહિતના તમામ જરૂરી નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.દાખલ થયાના માત્ર 23 કલાકની અંદર જ બાળકનું મૃત્યુ થયું હતું. શરૂઆતમાં સ્થાનિક લેબોરેટરીમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ રાજ્યમાં ચાંદીપુરાના કેસો વધતા સરકારની નવી માર્ગદર્શિકા મુજબ નમૂના ગાંધીનગરની જી.બી.આર.સી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

ADVERTISEMENT
ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું
જી.બી.આર.સી ના અંતિમ રિપોર્ટમાં બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે આ કેસને ચાંદીપુરા વાયરસનો પોઝિટિવ કેસ જાહેર કરવામાં આવ્યો છે. ડૉ. મેહુલ ગોસાઈએ જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાયના કરડવાથી ફેલાય છે. વ્યક્તિથી વ્યક્તિમાં સ્પર્શ દ્વારા તેનો ચેપ લાગતો નથી.
ADVERTISEMENT

આ રોગમાં ભારે તાવ, ઉલટી, માથાનો દુખાવો, આંચકી, બેભાન જેવી સ્થિતિ અને કોમા સુધીની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ડૉક્ટરના જણાવ્યા મુજબ આ વાયરસમાં મૃત્યુદર 56થી 75 ટકા સુધી હોઈ શકે છે, જ્યારે સમયસર સઘન સારવારથી કેટલાક દર્દીઓ સાજા પણ થઈ શકે છે. હાલમાં તેની કોઈ ચોક્કસ દવા ઉપલબ્ધ નથી અને માત્ર લક્ષણો અનુસાર સારવાર આપવામાં આવે છે.ચોમાસાની ઋતુમાં કાચા મકાનો, ભેજવાળા વિસ્તારો અને પશુઓના વાડા આસપાસ સેન્ડ ફ્લાયનું પ્રમાણ વધતું હોવાથી ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભારે વરસાદ વચ્ચે ભવનાથમાં સિંહણની એન્ટ્રી, રસ્તા પર લટાર મારતી સિંહણનો વીડિયો થયો વાયરલ
ડૉક્ટરોએ વાલીઓને અપીલ કરી છે કે બાળકોને આખી બાયના કપડાં પહેરાવે, મચ્છરદાની અથવા રિપેલન્ટનો ઉપયોગ કરે અને કોઈપણ બાળકને ભારે તાવ, ઉલટી, આંચકી અથવા બેભાન જેવી સ્થિતિ જણાય તો વિલંબ કર્યા વિના નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.