બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાત / બોલિવૂડ / અન્ય જિલ્લા / ક્રિસ્ટોફર નોલનની ટાઈમાં ઝળક્યો કચ્છનો અજરખ વારસો, 'ધ ઓડિસી' પ્રીમિયરમાં ગુજરાતી હસ્તકલાએ જીત્યા દિલ
Last Updated: 03:14 PM, 19 July 2026
Christopher Nolan The Odyssey : હોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા ક્રિસ્ટોફર નોલન પોતાની ફિલ્મો જેટલા જ પોતાના સાદગીભર્યા સ્ટાઇલ માટે પણ જાણીતા છે. પરંતુ તેમની નવી ફિલ્મ 'ધ ઓડિસી'ના ન્યૂયોર્ક પ્રીમિયર દરમિયાન તેમની એક ખાસ સ્ટાઇલે દુનિયાનું ધ્યાન ખેંચ્યું. નોલને પોતાના ક્લાસિક બ્લેક સૂટ સાથે પહેરેલી અજરખ ડિઝાઇનની સિલ્ક ટાઈએ ભારતીય હસ્તકલાને વૈશ્વિક મંચ પર નવી ઓળખ અપાવી છે.
ADVERTISEMENT
આ ખાસ ટાઈ પાર્સન્સ સ્કૂલ ઓફ ડિઝાઇનના વિદ્યાર્થી આહાન ટંડન દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. પ્રથમ નજરે સામાન્ય લાગતી આ ટાઈમાં ગુજરાતના કચ્છની સદીઓ જૂની અજરખ પ્રિન્ટની કળા સમાયેલી હતી. નોલનની આ પસંદગી ફેશન કરતાં વધુ ભારતીય પરંપરા અને હસ્તકલા પ્રત્યેના સન્માન તરીકે જોવામાં આવી રહી છે.
ADVERTISEMENT
અજરખ માત્ર એક ડિઝાઇન નથી, પરંતુ ગુજરાતના કચ્છ વિસ્તારની ઐતિહાસિક હસ્તકળાનું જીવંત પ્રતિક છે. આ કળામાં કપડાં પર હાથથી કોતરાયેલા લાકડાના બ્લોક વડે પ્રિન્ટ કરવામાં આવે છે. દરેક રંગ અને ડિઝાઇન માટે અલગ બ્લોકનો ઉપયોગ થાય છે અને આખી પ્રક્રિયામાં અનેક તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. અજરખમાં વપરાતા મોટા ભાગના રંગો કુદરતી સ્ત્રોતોમાંથી તૈયાર થાય છે. ઈન્ડિગોથી ગાઢ વાદળી રંગ, મંજિષ્ઠથી લાલ રંગ તેમજ અન્ય કુદરતી ઘટકોની મદદથી વિવિધ શેડ્સ તૈયાર કરવામાં આવે છે. આ કારણે દરેક કપડું પોતાની અલગ ઓળખ ધરાવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ક્રિસ્ટોફર નોલન સામાન્ય રીતે સરળ અને ક્લાસિક ડ્રેસિંગ પસંદ કરે છે. તેઓ ભાગ્યે જ ફેશનમાં કોઈ પ્રયોગ કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં અજરખ પ્રિન્ટવાળી ટાઈ પહેરવી ઘણા લોકો માટે આશ્ચર્યજનક બની હતી. આ ટાઈએ તેમના લુકને અલગ ઓળખ આપી, પરંતુ તેની સાદગી યથાવત રાખી. ફેશન નિષ્ણાતોનું માનવું છે કે આ પસંદગી દર્શાવે છે કે આજના સમયમાં બ્રાન્ડેડ લોગો કરતાં હસ્તકલા, પરંપરા અને કારીગરોની મહેનતને વધુ મહત્વ મળવા લાગ્યું છે.
આ પણ વાંચો : The Odyssey Review: કેવી છે ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ? તમને ગમશે કે નહીં?
ADVERTISEMENT
ક્રિસ્ટોફર નોલન જેવા વૈશ્વિક ફિલ્મમેકર દ્વારા અજરખ જેવી ભારતીય કળાને આંતરરાષ્ટ્રીય મંચ પર સ્થાન મળવું કચ્છના કારીગરો માટે ગૌરવની વાત માનવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ભારતીય હસ્તકળા માત્ર દેશ સુધી સીમિત નથી, પરંતુ વિશ્વ ફેશનમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.