બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઈડરના રહેવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં, દૂષિત પાણી પીવા બન્યા મજબૂર, તંત્રની બેદરકારી સામે વિરોધ
Last Updated: 05:41 PM, 18 July 2026
સાબરકાંઠા જિલ્લાના ઇડરમાંથી પાણીની ગંભીર સમસ્યાને લઈને વિરોધના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇડર નગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી પીવા અને વપરાશનું દૂષિત પાણી મળતું હોવાના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ADVERTISEMENT

વારંવારની રજૂઆતો છતાં કોઈ પરિણામ ન મળતા આજે રોષે ભરાયેલા સ્થાનિકો ઢોલ-નગારા સાથે નગરપાલિકા કચેરીએ વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જોકે, જનતાનો આક્રોશ જોઈને ચીફ ઓફિસર અને પ્રમુખ કચેરીમાંથી ગેરહાજર થઈ જતાં મામલો વધુ ગરમાયો છે.
ADVERTISEMENT
સ્થાનિકોનો અનોખો વિરોધ
ADVERTISEMENT
સાબરકાંઠાના ઇડર નગરપાલિકા ખાતે રહીશો હાથમાં પ્લેકાર્ડ્સ અને ગળામાં આક્રોશ લઈને સ્થાનિકો અનોખો વિરોધ કરવા ઉતરી પડ્યા છે. ઇડરવાસીઓનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી તેમને પીવા અને વપરાશ માટે ગંદુ અને દૂષિત પાણી આપવામાં આવી રહ્યું છે. શુદ્ધ અને નિયમિત પાણી મેળવવા માટે સ્થાનિકોએ વહીવટી તંત્રને અનેકવાર રજૂઆતો કરી, પણ પરિણામ હંમેશા શૂન્ય જ આવ્યું. તંત્રની આ ઘોર બેદરકારીથી કંટાળીને આજે લોકોના સબરનો બાંધ તૂટ્યો હતો અને તેઓ પાલિકા કચેરીએ ધસી આવ્યા હતા

ADVERTISEMENT
ઉગ્ર વિરોધ જોઈ ચીફ ઓફીસર અને પ્રમુખ ગાયબ
પાલિકા કચેરીમાં પહોંચેલા સ્થાનિકોએ 'ચીફ ઓફિસર મુર્દાબાદ'ના ગગનભેદી નારા લગાવ્યા હતા. જોકે, આશ્ચર્યની વાત એ છે કે પ્રજાનો આ ઉગ્ર વિરોધ જોઈને નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખ કચેરીમાંથી ગેરહાજર થઈ ગયા હતા. અધિકારીઓની આ ભાગેડુ નીતિથી સ્થાનિકોમાં રોષ બમણો થયો છે. લોકો હવે પોતાની જીદ પર મક્કમ છે કે, જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ પોતે હાજર થઈને આવેદન પત્ર નહીં સ્વીકારે અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવે, ત્યાં સુધી લડતા રહેશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદમા ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, અનેક લોકો દાઝ્યા, 5થી વધુ ફાયરબ્રિગેડની ગાડી ઘટનાસ્થળે
જનતાની સમસ્યા સાંભળવાને બદલે અધિકારીઓ ઓફીસ છોડી ભાગ્યા
ADVERTISEMENT
ત્યારે હવે સવાલ એ થાય છે કે, ટેક્સ ભરતી જનતાને શુદ્ધ પાણી જેવા પ્રાથમિક હક માટે પણ આ રીતે રસ્તા પર કેમ ઉતરવું પડે છે? અને જનતાની સમસ્યા સાંભળવાને બદલે અધિકારીઓ કેમ ઓફિસ છોડીને ભાગી રહ્યા છે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.