બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:07 PM, 18 July 2026
1/5
હિંદુ ધર્મમાં દર મહિને કૃષ્ણ અને શુક્લ પક્ષની તેરસે પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની વિધિવત પૂજા કરવાનું મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે શિવજીની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. જેમાં જુલાઈ મહિનાનો પહેલુ પ્રદોષ વ્રત પસાર થઈ ગયો છે અને હવે શિવભક્તો બીજા પ્રદોષ વ્રતની રાહ જોઈ રહ્યા છે.
2/5
આષાઢ માસના શુક્લ પક્ષની તેરસ તિથિની શરૂઆત 26 જુલાઈના બપોરે 01:57 વાગ્યે થશે અને તેનો અંત 27 જુલાઈએ સાંજે 04:14 વાગ્યે થશે. આ તિથિ અનુસાર જુલાઈનો બીજુ પ્રદોષ વ્રત રવિવાર 26 જુલાઈ 2026ના રોજ રાખવામાં આવશે. આ દિવસે રવિવાર હોવાથી તેને ‘રવિ પ્રદોષ વ્રત’ તરીકે ઓળખવામાં આવશે.
3/5
4/5
સવારે વહેલા ઊઠીને સ્નાન કરો. ભગવાન શિવનું ધ્યાન કરીને વ્રતનું સંકલ્પ લો. દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરો. ત્યારબાદ 11 કે 21 બિલીપત્ર, ધતુરો, આકના ફૂલ, ફળ, સુપારી, લવિંગ, ઈલાયચી, ધૂપ, દીપ, ચંદન, અક્ષત વગેરે અર્પણ કરો. પૂજા સમયે શક્કર અને ઘીવાળા મીઠાઈનો ભોગ લગાવો. શિવ મંત્ર અને શિવ ચાલીસાનો પાઠ કરો. પ્રદોષ વ્રતની કથા વાંચો અને છેલ્લે ઘીના દીવાથી શંકર ભગવાનની આરતી ઉતારો. દિવસભર ઉપવાસ રાખીને મનમાં શિવનું સ્મરણ કરો. સાંજે ફરી સ્નાન કરીને પ્રદોષ કાળમાં વિધિવત પૂજા કરો.
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ