બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / કોને 'સીતા'નો રોલ આપ્યો? 'રામાયણ’ ફિલ્મમાં સાઈ પલ્લવીના કાસ્ટિંગ પર ભડક્યા એક્ટર

photo-story

4 ફોટો ગેલેરી

મનોરંજન / કોને 'સીતા'નો રોલ આપ્યો? 'રામાયણ’ ફિલ્મમાં સાઈ પલ્લવીના કાસ્ટિંગ પર ભડક્યા એક્ટર

Last Updated: 04:59 PM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અન્નુ કપૂરે નિતેશ તિવારીની ‘રામાયણ’માં સાઈ પલ્લવીને સીતા માતાનો રોલ આપવા પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે આવા પવિત્ર પાત્ર માટે કલાકારની પસંદગીમાં વધુ જવાબદારી દેખાવી જોઈએ.

1/4

photoStories-logo

1. સાઈ પલ્લવીના કાસ્ટિંગ પર સવાલ

નિતેશ તિવારીની મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’ના ટ્રેલર રિલીઝ થાય તે પહેલાં જ નવો વિવાદ ઉભો થયો છે. વેટરન એક્ટર અન્નુ કપૂરે ફિલ્મમાં સાઈ પલ્લવીને માતા સીતાનું પાત્ર સોંપવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમને કહ્યું કે ટેક્નોલોજીના ક્ષેત્રે ફિલ્મ ભલે નવી ઊંચાઈઓ સર કરે, પરંતુ માતા સીતા જેવા પવિત્ર અને પૂજનીય પાત્ર માટે કલાકારની પસંદગી ખુબ જવાબદારીપૂર્ણ હોવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. સીતાનો રોલ કોને આપ્યો છે?

અન્નુ કપૂરે વધુમાં જણાવ્યું કે, “શું બનાવશે જે બનાવવાના છે તે રામાનંદ સાગરની ‘રામાયણ’ને ટેક્નિકલ રીતે આગળ તો નીકળી જશે, પરંતુ સીતાનો રોલ કોને આપ્યો છે તે વિચારવું જરૂરી છે. સીતા માતા છે. તેમના મતે સીતા માત્ર ફિલ્મી પાત્ર નથી પરંતુ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આવા પાત્રો માટે એક્ટર પસંદ કરતી વખતે વિશેષ સંવેદનશીલતા અને જવાબદારી દાખવવી જોઈએ".

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. "ટેક્નોલોજીથી જ ફિલ્મ મહાન નથી બનતી"

અન્નુ કપૂરે સ્પષ્ટ કહ્યું કે, માત્ર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને ટેક્નોલોજીથી જ ફિલ્મ મહાન નથી બનતી, પાત્રોની વિશ્વસનીયતા પણ એટલી જ મહત્વની હોય છે. ડાયરેક્ટર નિતેશ તિવારી વિશે પૂછવામાં આવતાં તેમને આશ્ચર્યજનક જવાબ આપ્યો કે, “તમે જેનું નામ લઈ રહ્યા છો તેને હું ઓળખતો પણ નથી. કોણ છે? શું કરે છે? મને તો કંઈ ખબર જ નથી.”

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. ફિલ્મની ડીટેલ

લગભગ 4000કરોડના બજેટવાળી આ ફિલ્મનો ટ્રેલર 24 જુલાઈ 2026ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. તે પહેલાં 18 જુલાઈએ નવી દિલ્હીના ભારત મંડપમમાં ભવ્ય લોન્ચ ઇવેન્ટ યોજાશે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા, યશ રાવણ, સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણના રોલમાં છે. ફિલ્મનો પહેલો ભાગ ઓક્ટોબર 2026માં અને બીજો ભાગ 2027માં રિલીઝ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Annu Kapoor Sita Sai Pallavi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ