બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 'The Odyssey'નો બોક્સ ઓફિસ પર તોફાની પ્રારંભ, પહેલા જ દિવસે ₹20 કરોડની ધમાકેદાર કમાણી

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / 'The Odyssey'નો બોક્સ ઓફિસ પર તોફાની પ્રારંભ, પહેલા જ દિવસે ₹20 કરોડની ધમાકેદાર કમાણી

Last Updated: 04:22 PM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પ્રખ્યાત હોલીવુડ ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલનની બહુપ્રતીક્ષિત પૌરાણિક મહાકાવ્ય ફિલ્મ 'ધ ઓડિસી' એ ભારતીય બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ કરીને નવો ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મે પ્રથમ દિવસે જ કરોડોની કમાણી કરીને વર્ષ 2026 ની સૌથી મોટી હોલીવુડ ઓપનર બનવાનું ગૌરવ મેળવ્યું છે.

1/5

photoStories-logo

1. 'The Odyssey'નો બોક્સ ઓફિસ પર તોફાની પ્રારંભ, પહેલા જ દિવસે ₹20 કરોડની ધમાકેદાર કમાણી

હોલીવુડના દિગ્ગજ ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'દ ઓડિસી' (The Odyssey) ગત 17 July 2026 (શુક્રવાર) ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મને ઓપનિંગ ડે પર જ ભારતીય બોક્સ ઓફિસ પર અદભુત અને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. સિનેમાપ્રેમીઓને આ પૌરાણિક મહાકાવ્ય (Mythological Epic) ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે અને થિયેટરો પબ્લિકથી હાઉસફુલ જોવા મળી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી

ટોમ હોલેન્ડ, એન હેથવે, ઝેન્ડાયા, રોબર્ટ પેટિનસન, લુપિતા ન્યોંગો અને મેટ જેવા હોલીવુડના સુપરસ્ટાર્સથી સજ્જ આ ફિલ્મને લઈને લોકોમાં રિલીઝ પહેલા જ ભારે ક્રેઝ હતો. ભારતમાં આ ફિલ્મના IMAX શો માટે એટલું ધુઆંધાર એડવાન્સ બુકિંગ થયું હતું કે મોંઘી ટિકિટો પણ મિનિટોમાં વેચાઈ ગઈ હતી. બોક્સ ઓફિસ ટ્રેકર 'સેકનિલ્ક' (Sacnilk) ના અહેવાલ મુજબ, 'દ ઓડિસી' એ ભારતમાં કુલ 8,400 શો સાથે 17.40 Crore રૂપિયાના નેટ કલેક્શન સાથે ઓપનિંગ કર્યું છે. જો ભારતમાં પહેલા દિવસના કુલ ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો તે 20.76 Crore રૂપિયા પર પહોંચ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ભાષાવાર કમાણીના આંકડા

આ ફિલ્મે ભારતીય બજારમાં સૌથી વધુ કમાણી તેના ઓરિજિનલ ઇંગ્લિશ વર્ઝનથી કરી છે, ઇંગ્લિશ વર્ઝન: ભારતમાં 4,390 શો દ્વારા 13.75 Crore રૂપિયાની કમાણી કરી, જેમાં થિયેટર ઓક્યુપન્સી 76 ટકા જેટલી ઊંચી રહી હતી. હિન્દી વર્ઝન: હિન્દી બેલ્ટમાં ફિલ્મના 2,851 શો હતા, જેનાથી ફિલ્મે પહેલા દિવસે 1.90 Crore રૂપિયાનું કલેક્શન કર્યું છે. અન્ય ભાષાઓ: આ ફિલ્મ ભારતમાં તેલુગુ અને તમિલ ભાષાઓમાં પણ રિલીઝ થઈ છે, જ્યારે ઇન્ટરનેશનલ લેવલ પર તેને સ્પેનિશ, રશિયન અને જાપાનીઝ સહિત અનેક ભાષાઓમાં રજૂ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વર્ષ 2026 ની સૌથી મોટી ઓપનર

'દ ઓડિસી' ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર વર્ષ 2026 ની સૌથી મોટી હોલીવુડ ઓપનિંગનો નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા આ વર્ષે 'ધ ડેવિલ વેયર્સ પ્રાડા 2' (The Devil Wears Prada 2) 5.5 Crore રૂપિયાની કમાણી સાથે ટોપ પર હતી, જેને ક્રિસ્ટોફર નોલનની ફિલ્મે બહુ મોટા માર્જિનથી પાછળ છોડી દીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. શાનદાર રિવ્યુઝ અને દર્શકોના પોઝિટિવ રિસ્પોન્સ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા આ ફિલ્મને તેની બોલ્ડ અને ગંભીર સામગ્રીને કારણે 'A' (Adults Only) સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ફિલ્મનો કુલ રન ટાઈમ 172.33 મિનિટ એટલે કે અંદાજે 2 કલાક 52 મિનિટ અને 33 સેકન્ડનો છે. શાનદાર રિવ્યુઝ અને દર્શકોના પોઝિટિવ રિસ્પોન્સને જોતા વીકેન્ડમાં આ કમાણી હજુ મોટો ઉછાળો મારશે તેમ લાગી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TheOdyssey ChristopherNolan TheOdysseyBoxOffice
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ