બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'મિલ્કી બોડી' નિવેદન આપી ફસાયા અન્નૂ કપૂર, હવે તમન્ના ભાટીયાની માગી રહ્યા છે માફી, જાણો શું છે સમગ્ર મામલો

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / 'મિલ્કી બોડી' નિવેદન આપી ફસાયા અન્નૂ કપૂર, હવે તમન્ના ભાટીયાની માગી રહ્યા છે માફી, જાણો શું છે સમગ્ર મામલો

Last Updated: 04:55 PM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પ્રખ્યાત અભિનેતા અન્નુ કપૂર ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. ફિલ્મ 'સ્ત્રી 2' ના સુપરહિટ ગીત 'આજ કી રાત' પર વાત કરતી વખતે તેમણે તમન્ના ભાટિયા માટે 'દૂધિયા બદન' (Milky Body) શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે ટ્રોલ થયા બાદ હવે તેમણે સફાઈ આપીને માફી માંગી છે.

1/5

photoStories-logo

1. 'મિલ્કી બોડી' નિવેદન આપી ફસાયા અન્નૂ કપૂર, હવે તમન્ના ભાટીયાની માગી રહ્યા છે માફી, જાણો શું છે સમગ્ર મામલો

બોલિવૂડના સિનિયર કલાકાર અન્નુ કપૂર હંમેશા પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા છે, પરંતુ આ વખતે તેઓ પોતાના એક શબ્દપ્રયોગને કારણે સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યા છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે અભિનેત્રી તમન્ના ભાટિયાના સુપરહિટ ગીત 'આજ કી રાત' (Stree 2) નો ઉલ્લેખ કર્યો હતો. આ વાતચીત દરમિયાન તેમણે તમન્ના માટે 'દૂધિયા બદન' (એટલે કે મિલ્કી બોડી) શબ્દ વાપર્યો હતો. આ ટિપ્પણી વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી અને તેમના પર અભિનેત્રીનું ઓબ્જેક્ટિફિકેશન કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે અન્નુ કપૂરે આ સમગ્ર વિવાદ પર મૌન તોડ્યું છે અને પોતાની સફાઈ રજૂ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. અન્નુ કપૂરે વિવાદ પર શું આપી સફાઈ?

પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં અન્નુ કપૂરે જણાવ્યું કે, તેમનો ઈરાદો ક્યારેય કોઈ મહિલાનું અપમાન કરવાનો નહોતો. અંગ્રેજી અને હિન્દી શબ્દો પ્રત્યે લોકોની માનસિકતા પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું, 'જો મેં અંગ્રેજીમાં "Milky Body" શબ્દ કહ્યો હોત, તો કદાચ કોઈને કોઈ સમસ્યા ન થાત. પરંતુ મેં હિન્દીમાં "દૂધિયા બદન" કહ્યું, એટલે લોકોને ખરાબ લાગી ગયું.'

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. માત્ર પ્રશંસાના અર્થમાં આ શબ્દ વાપર્યો હતો

તેમનું માનવું છે કે ભારતીય સમાજ આજે પણ માનસિક રીતે અંગ્રેજી શબ્દોને વધુ સરળતાથી સ્વીકારી લે છે, જ્યારે હિન્દીના પરંપરાગત શબ્દો પર તરત જ વાંધો ઉઠાવવામાં આવે છે. અન્નુ કપૂરે વધુમાં સ્પષ્ટતા કરતા કહ્યું, 'હું આ દુનિયાનો છેલ્લો વ્યક્તિ હોઈશ જે કોઈ મહિલાનું અનાદર કે અપમાન કરશે. મેં તો માત્ર પ્રશંસાના અર્થમાં આ શબ્દ વાપર્યો હતો.'

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. તમન્ના ભાટિયાની માંગી માફી

જોકે, વિવાદને વધુ ન વધારતા અન્નુ કપૂરે તમન્ના ભાટિયાની માફી માંગવામાં સહેજ પણ સંકોચ ન દાખવ્યો. તેમણે ખુલ્લા દિલથી કહ્યું, 'જો મારી આ ટિપ્પણીથી તમન્ના ભાટિયાની લાગણી દુભાઈ હોય અથવા તેને ખોટું લાગ્યું હોય, તો હું તેની ક્ષમા માંગુ છું. આ વાત હવે અહીં જ પૂરી થઈ જવી જોઈએ.' આ સાથે જ તેમણે તમન્નાને "સૌભાગ્યવતી ભવ" કહીને ભવિષ્ય માટે સુંદર શુભેચ્છાઓ પણ આપી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સોશિયલ મીડિયા પર લોકોના બે પક્ષ

આ વિવાદ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક પક્ષનું કહેવું છે કે પબ્લિક પ્લેટફોર્મ કે સાર્વજનિક મંચ પર કોઈ પણ અભિનેત્રી માટે આવા શબ્દોનો ઉપયોગ સદંતર અયોગ્ય છે. જ્યારે બીજા પક્ષનું માનવું છે કે 'દૂધિયા બદન' એ હિન્દી સાહિત્ય અને જૂની ફિલ્મોમાં સુંદરતાનું વર્ણન કરવા માટે વપરાતો એક સામાન્ય અને પરંપરાગત મુહાવરો છે, તેથી તેને ખોટા સંદર્ભમાં ન જોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર વિવાદ પર હજુ સુધી તમન્ના ભાટિયા તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે રિએક્શન આવ્યું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

BollywoodControversy AnnuKapoor TamannaahBhatia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ