બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Atherનો મોટો ધમાકો, કંપનીનુ સૌથી સસ્તુ ઇલેક્ટ્રિક સ્કૂટર લાવશે, Hero કરશે ₹1000 કરોડનું રોકાણ
5 ફોટો ગેલેરી
Last Updated: 06:14 PM, 18 July 2026
1/5
ભારતીય ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) માર્કેટમાં પોતાનો હિસ્સો વધારવા માટે એથર એનર્જી (Ather Energy) એક ખૂબ જ મોટો માસ્ટરસ્ટ્રોક રમવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી માત્ર પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરનારી આ કંપની હવે સામાન્ય ગ્રાહકો એટલે કે માસ માર્કેટ (Mass Market) ને ટાર્ગેટ કરવા જઈ રહી છે. એથર એનર્જી ચાલુ મહિનાના અંતમાં પોતાનું એક નવું પ્લેટફોર્મ રજૂ કરશે. આ નવા EL પ્લેટફોર્મ પર આધારિત કંપનીનું પહેલું સ્કૂટર આગામી 29 August ના રોજ કમ્યુનિટી ડે ઇવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવશે.
2/5
એથર એનર્જીના આ સસ્તા સ્કૂટરના લોન્ચિંગ પહેલા દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર ઉત્પાદક કંપની હીરો મોટોકોર્પ (Hero MotoCorp) એ એથર એનર્જીમાં 1,000 કરોડ રૂપિયાનું અધધ રોકાણ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ રોકાણ બંને કંપનીઓની ભાગીદારીમાં એક ઐતિહાસિક પગલું સાબિત થશે. હીરો તરફથી આ ફંડિંગ એવા સમયે આવ્યું છે જ્યારે એથર તેના નવા પ્રોડક્ટ સાયકલને બજારમાં ઉતારવા જઈ રહી છે. આ મોટી મૂડીને કારણે એથરને પ્રોડક્ટ ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સોફ્ટવેર અપડેટ્સ જેવી બાબતોમાં ખૂબ જ મોટો ફાયદો અને વેગ મળશે.
3/5
હાલમાં જ લોન્ચ થયેલા એથરના 'રિઝ્ટા' (Rizta) સ્કૂટરને કારણે કંપનીના સેલ્સમાં જબરદસ્ત વધારો નોંધાયો છે, કારણ કે આ સ્કૂટર ખૂબ જ સ્પર્ધાત્મક કિંમતે લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે, ઓટો અહેવાલોનું માનીએ તો, નવા પ્લેટફોર્મ પર આવી રહેલું આ નવું સ્કૂટર રિઝ્ટા કરતા પણ ઓછી કિંમતે માર્કેટમાં આવી શકે છે.આ નવા સ્કૂટરના આગમન પહેલા જ એથરે તેના હાલના મોડલ્સમાં મહત્વના ફેરફારો શરૂ કરી દીધા છે. કંપનીએ તેના પોપ્યુલર મોડલ્સ રિઝ્ટા અને 450 સીરીઝના સિલેક્ટેડ વેરિઅન્ટ્સમાં LFP (Lithium Iron Phosphate) બેટરી સેલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આ ટેકનોલોજીની મદદથી કંપની ઓછા સેલમાં પણ ગ્રાહકોને વધુ સારી ડ્યુરેબિલિટી (ટકાઉપણું), થર્મલ સ્ટેબિલિટી અને શાનદાર રેન્જ ઓફર કરી રહી છે.
4/5
Ather 450S અને 450X (2.9kWh વેરિઅન્ટ): આ સ્કૂટર્સમાં 2.9kWh ની બેટરી મળે છે, જે અનુક્રમે 122 કિલોમીટર અને 126 કિલોમીટરની IDC ક્લેમ્ડ રેન્જ આપે છે. Ather 450X (3.5kWh વેરિઅન્ટ): આ મોટી બેટરી પેક ધરાવતું વેરિઅન્ટ સિંગલ ચાર્જ પર 161 કિલોમીટરની શાનદાર રેન્જ પ્રદાન કરે છે.
5/5
29 August ના રોજ યોજાનારા કમ્યુનિટી ડે ઇવેન્ટમાં લોન્ચ થનારા એથરના આ અપકમિંગ સ્કૂટરની કિંમત અંદાજે 1 લાખ રૂપિયાની આસપાસ હોવાની પ્રબળ શક્યતા છે. આ કિંમત સાથે તે એથર બ્રાન્ડનું અત્યાર સુધીનું સૌથી સસ્તું અને બજેટ ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક સ્કૂટર બનશે. જોકે, આ સ્કૂટરના સ્પેસિફિકેશન્સ અને સત્તાવાર ફીચર્સ અંગેની વધુ વિગતો લોન્ચિંગના દિવસે જ સામે આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ