બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અમરનાથ યાત્રા સ્થગિત: હવે પવિત્ર ગુફા તરફ આગળ નહી જઇ શકે યાત્રાળુ, આ કારણે લેવાયો નિર્ણય

Amarnath Yatra / અમરનાથ યાત્રા સ્થગિત: હવે પવિત્ર ગુફા તરફ આગળ નહી જઇ શકે યાત્રાળુ, આ કારણે લેવાયો નિર્ણય

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:30 AM, 19 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amarnath Yatra: બાલતાલ અને નુનવાન/ચંદનવારી (પહલગામ) બેઝ કેમ્પ બંનેમાંથી કોઈપણ યાત્રાળુઓને પવિત્ર ગુફા તરફ આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

કાશ્મીરના વહિટીતંત્ર દ્વારા શનિવારે અમરનાથ યાત્રાને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂરની આગાહી કરી છે. પરિણામે રવિવાર 19 જુલાઈથી બાલતાલ અને નુનવાન/ચંદનવારી (પહલગામ) બેઝ કેમ્પ બંનેમાંથી કોઈપણ યાત્રાળુઓને પવિત્ર ગુફા તરફ આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

હવામાન વિભાગની ખરાબ હવામાનની ચેતવણી બાદ જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે આ સાવચેતીભર્યું પગલું ભર્યું છે. યાત્રાળુઓની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને વાર્ષિક શ્રી અમરનાથ યાત્રા 19 જુલાઈ 2026 થી પહેલગામ અને બાલતાલ બંને રૂટ પરથી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.

amarnath-logo

બેઝ કેમ્પથી આગળ વધવા પર પ્રતિબંધ

કાશ્મીરના વિભાગીય કમિશનર અંશુલ ગર્ગે શનિવારે નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂરની આગાહી કરી છે. પરિણામે 19 જુલાઈથી બાલતાલ અને નુનવાન/ચંદનવારી (પહલગામ) બેઝ કેમ્પમાંથી કોઈપણ યાત્રાળુઓને પવિત્ર ગુફા તરફ આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

સુરક્ષા સમીક્ષા પછી જ યાત્રા ફરી શરૂ થશે

વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સ્થગિતતા સંપૂર્ણપણે સાવચેતીના પગલા તરીકે છે જેથી યાત્રાળુઓને પર્વતીય માર્ગો પર હવામાન સંબંધિત કોઈપણ જોખમોનો સામનો ન કરવો પડે. હવામાન સાફ થયા પછી અને સમગ્ર યાત્રા માર્ગની વ્યાપક સુરક્ષા સમીક્ષા કર્યા પછી જ યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.

VTV Digital 1

આ પણ વાંચોઃ નેશનલ / અમરનાથ યાત્રા પર વાવાઝોડા અને ભારે વરસાદનું ગ્રહણ: 19 જુલાઈથી પહેલગામ-બાલટાલ રૂટ બંધ

યાત્રા ફરી શરૂ કરવા અંગેના અપડેટ્સ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વહીવટીતંત્રે તમામ યાત્રાળુઓને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સત્તાવાર માર્ગદર્શિકાનું પાલન કરવા અને સુરક્ષા વ્યવસ્થામાં સહયોગ આપવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે વર્તમાન અમરનાથ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 3.7 લાખથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amarnath Yatra Jammu and Kashmir Jammu News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ