બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ અને કપડવંજ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસનું કનેક્શન આવ્યું સામે, ગેરકાયદે ફેક્ટરી અને તંત્રની બેદરકારી અંગે અનેક ખુલાસા
Last Updated: 03:09 PM, 19 July 2026
અમદાવાદ અને ખેડા જિલ્લાના કપડવંજમાં થયેલા ફટાકડાની ફેક્ટરી બ્લાસ્ટ કેસ વચ્ચે હવે મહત્વપૂર્ણ કનેક્શન સામે આવ્યું છે. અમદાવાદની ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં ઝડપાયેલા આરોપી સાદ્દીક સૈયદ કપડવંજની ફટાકડાની ફેક્ટરીમાં પણ ભાગીદાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ખુલાસા બાદ બંને બ્લાસ્ટ કેસ વચ્ચે સંબંધ હોવાની દિશામાં તપાસ વધુ તેજ કરવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તપાસમાં સામે આવ્યું છે કે કપડવંજની ફટાકડાની ફેક્ટરીમાં થોડા દિવસ પહેલાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં બે શ્રમિકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ પણ તંત્ર દ્વારા સમયસર જરૂરી કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો ગંભીર આરોપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે બ્લાસ્ટ થયાને લગભગ 20 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી જવાબદાર અધિકારીઓ સામે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
ADVERTISEMENT
સ્થાનિક રહેવાસીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે બ્લાસ્ટના કારણે આસપાસના અનેક ઘરોને નુકસાન થયું હતું, પરંતુ આજ સુધી નુકસાનનો યોગ્ય સર્વે કરવામાં આવ્યો નથી. અસરગ્રસ્ત પરિવારોને સહાય અથવા વળતર અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સ્થાનિકોની માંગ છે કે સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ પૂર્ણ કરીને તેનો અધિકૃત રિપોર્ટ જાહેર કરવામાં આવે, જેથી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થઈ શકે. તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે કપડવંજમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહી હતી. આ ફેક્ટરી કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી અથવા પરમિશન વિના ધમધમતી હતી. તેમ છતાં સંબંધિત તંત્રને તેની જાણ ન હોવાનો મુદ્દો હવે ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT
સ્થાનિકોનો આરોપ છે કે નગરપાલિકા વિસ્તારમાં જ ગેરકાયદે ફેક્ટરી લાંબા સમયથી ચાલી રહી હતી, છતાં કોઈપણ જવાબદાર અધિકારીએ સમયસર તપાસ કે કાર્યવાહી કરી નહોતી. આ ઘટનાએ તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર તપાસ અને કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ આવી દુર્ઘટના ટાળી શકાય તેમ હતી.
ADVERTISEMENT
આ સમગ્ર મામલે ચીફ ઓફિસર, પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ તંત્રની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. સ્થાનિકોનો આરોપ છે કે ગેરકાયદે ફેક્ટરી લાંબા સમયથી ચાલી રહી હોવા છતાં સંબંધિત અધિકારીઓ અજાણ રહ્યા અથવા યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા. હવે સ્થાનિકો જવાબદારો સામે કડક પગલાં લેવા, સમગ્ર ઘટનાનો તપાસ રિપોર્ટ જાહેર કરવા અને ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.