બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, મુખ્ય આરોપી મેહુલ ડોડિયા સહિત 3ની ધરપકડ

ગુજરાત / અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, મુખ્ય આરોપી મેહુલ ડોડિયા સહિત 3ની ધરપકડ

Published By: Nidhi Panchal

Last Updated: 02:56 PM, 19 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની ફટાકડાની ફેક્ટરીમાં થયેલા જીવલેણ બ્લાસ્ટ કેસમાં પોલીસે મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન 2014માં પણ આ જ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હોવાનો અને પરમિશન વિના વિસ્ફોટકનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.

અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરતાં ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, રમીલા ડોડિયા અને સાદ્દીક સૈયદની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર કેસની તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે વધુ તપાસ પણ તેજ કરી છે.

ahd fire

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2014માં પણ આ જ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. તે સમયે ફેક્ટરીનું સંચાલન રમીલાબેન ડોડિયા કરતા હતા અને આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. હવે ફરી એકવાર આ જ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં જૂની ઘટના પણ ફરી ચર્ચામાં આવી છે. હાલ આ ફટાકડાની ફેક્ટરી મેહુલ ડોડિયાના નામે ચાલી રહી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓ ખેતરમાં શેડ બનાવીને ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવતા હતા. આરોપી મેહુલ ડોડિયા ફટાકડા બનાવવાનું કારખાનું ચલાવતો હતો, જ્યારે તેની માતા રમીલાબેન ડોડિયા ફેક્ટરીનું સંચાલન કરતા હતા. પોલીસના જણાવ્યા મુજબ ફેક્ટરીમાં ખાસ કરીને ગણેશ વિસર્જન માટેના ઓર્ડરના ફટાકડા તૈયાર કરવામાં આવતા હતા. આ સમગ્ર કામગીરી દરમિયાન જરૂરી નિયમો અને સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં આવ્યું ન હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.

પોલીસે મેહુલ ડોડિયા, રમીલા ડોડિયા અને સાદ્દીક સૈયદ સામે માનવવધનો ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી 15 કિલોથી વધુ વિસ્ફોટક સામગ્રી (એક્સપ્લોઝિવ)નો જથ્થો પણ મળી આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પાસે આટલી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી રાખવાની કોઈ પરમિશન નહોતી. તેમ છતાં તેઓ ગેરકાયદેસર રીતે વિસ્ફોટકનો જથ્થો સંગ્રહ કરીને ફટાકડાનું ઉત્પાદન કરી રહ્યા હતા.

તપાસમાં સાદ્દીક સૈયદ અંગે પણ મહત્વનો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા મુજબ સાદ્દીક ખેડા જિલ્લાના કપડવંજમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં પણ ભાગીદાર હતો. કપડવંજની ફેક્ટરીમાં અંદાજે 15 દિવસ પહેલાં જ આગ લાગી હતી. આ ઘટના બાદ સાદ્દીક અમદાવાદની ફટાકડાની ફેક્ટરીમાં ભાગીદાર બન્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હવે પોલીસે બંને ફેક્ટરી વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં અને અન્ય લોકોની પણ સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની કમાલ, 11 માસની બાળકીના ગળામાંથી કાનની બુટ્ટી બહાર કાઢી

અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં થયેલી આ ધરપકડ બાદ પોલીસે સમગ્ર મામલે વધુ પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. સાથે જ ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીઓ અને વિસ્ફોટક સામગ્રીના ગેરકાયદે સંગ્રહ અંગે પણ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. સમગ્ર કેસમાં વધુ લોકોની સંડોવણી સામે આવે તેવી શક્યતા હોવાથી તપાસ હજુ પણ ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fireworks Factory Ahmedabad Blast Mehul Dodiya

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ