બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:06 AM, 19 July 2026
પાકિસ્તાને ફરી એકવાર Line of Control પર આક્રમક કાર્યવાહી કરી છે. આતંકવાદીઓને ભારતીય ક્ષેત્રમાં ઘૂસાડવાના ઈરાદાથી પાકિસ્તાની તરફથી ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ અસરકારક વળતો જવાબ આપ્યો અને ઘૂસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો.
ADVERTISEMENT
પાકિસ્તાન વારંવાર ગોળીબારનો સહારો લે છે જેથી આતંકવાદીઓ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી શકે, તેનો ઉદ્દેશ્ય ભારતીય સુરક્ષા દળોને વ્યસ્ત રાખવાનો હોય છે જેથી આતંકવાદીઓ છૂપી રીતે અંદર આવી શકે. ભારતીય સેના, બીએસએફ (BSF) અને સ્થાનિક પોલીસ આ ચાલને સારી રીતે સમજે છે અને તેનો યોગ્ય જવાબ આપે છે.
અહેવાલો અનુસાર, જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં LoC પર લગભગ બે કલાક સુધી ભારે ગોળીબાર થયો હતો. જોકે, ભારતીય સૈનિકોએ સરહદ પારથી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાન તરફથી કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો.સરહદ પર તૈનાત ભારતીય સેનાના જવાનોએ શંકાસ્પદ હિલચાલ જોઈને વળતો જવાબ આપ્યો. ઘૂસણખોરોની હાજરીનો પત્તો લગાવવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે આ વિસ્તાર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ઓપરેશન સિંદૂર બાદ પહેલી વાર સીઝફાયરનું ઉલ્લઘન
'ઓપરેશન સિંદૂર' બાદ LoC પર યુદ્ધવિરામના ઉલ્લંઘનની આ પ્રથમ મોટી ઘટના છે. આ અગાઉ માત્ર સામાન્ય ઘટનાઓ બની હતી જેમાં આઠથી દસ રાઉન્ડ ગોળીબાર થયો હતો. ગયા વર્ષે 7 મેથી 10 મે દરમિયાન હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ના તરત બાદ પાકિસ્તાને વળતી કાર્યવાહી રૂપે મોટા પાયે હુમલો કર્યો હતો. ભારતીય સેનાની ફાયરપાવરનો સામનો કરવામાં અસમર્થ રહેલા પાકિસ્તાની સૈનિકોએ મે મહિનાના બીજા સપ્તાહ દરમિયાન પૂંછ અને રાજૌરી સેક્ટરમાં નાગરિક વિસ્તારોને નિશાન બનાવીને લગભગ 14 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ વિવાદ: નિર્મોહી અખાડા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ટ્રસ્ટના પુનર્ગઠનની માંગ કરી
ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં સરહદી સુરક્ષામાં નોંધપાત્ર રીતે કડકાઈ કરી છે. આધુનિક ટેકનોલોજી અને ડ્રોન સર્વેલન્સના ઉપયોગને કારણે, આતંકવાદીઓ માટે પકડાયા વિના બચી નીકળવું લગભગ અશક્ય બની ગયું છે. સરહદ પર ચોવીસ કલાક સતર્ક નજર રાખવામાં આવી રહી છે અને કોઈપણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિને ડામી દેવા માટે કોઈ કસર છોડવામાં આવતી નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.