બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ ફટાકડાની ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, ગેરકાયદે કારખાનું ચલાવનાર સંચાલકો સામે FIR નોંધાઈ
Last Updated: 09:59 AM, 19 July 2026
અમદાવાદના રામોલ વિસ્તારમાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ મામલે પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાને લઈને રામોલ પોલીસ સ્ટેશનમાં ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સના સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે પ્રાથમિક તપાસના આધારે ફેક્ટરીના સંચાલકો સામે વિવિધ ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલાની તપાસ વધુ તેજ કરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પોલીસે આ કેસમાં મેહુલ ડોડીયા, મેહુલ ડોડીયાની માતા, રમીલા ડોડીયા તેમજ સાદીક સૈયદ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસ તપાસ દરમિયાન જે અન્ય લોકોની સંડોવણી સામે આવશે, તેમને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવશે. તેથી તપાસ આગળ વધતા વધુ લોકો સામે પણ કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
FIRમાં જણાવ્યા મુજબ આરોપીઓ કોઈપણ પ્રકારના પાસ અથવા પરમિટ વિના ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાનું કારખાનું ચલાવી રહ્યા હતા. આરોપીઓએ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં જગ્યા ભાડે રાખીને આ ફેક્ટરી શરૂ કરી હતી અને ત્યાં ગેરકાયદે રીતે ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપીઓ આર્થિક લાભ મેળવવાના હેતુથી ગુનાહિત કાવતરું રચીને બેદરકારીપૂર્વક આ કારખાનું ચલાવતા હતા, જેના કારણે આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી.

ADVERTISEMENT
રામોલ પોલીસે હવે ગેરકાયદે ફેક્ટરી અંગે વધુ પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. ફેક્ટરી કેવી રીતે ચાલી રહી હતી, તેમાં કેટલા લોકો સંડોવાયેલા હતા, સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં અને ગેરકાયદે ફટાકડાનું ઉત્પાદન કેટલા સમયથી કરવામાં આવતું હતું તે સહિતના તમામ મુદ્દાઓની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સમગ્ર કેસમાં દરેક પાસાની તપાસ કરીને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ગઈકાલે રામોલ વિસ્તારમાં આવેલી આ ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં અચાનક ભયાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 બાળકો સહિત કુલ 9 લોકોના મોત થયા હતા. ઉપરાંત 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલુ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.