બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદમાં CNGના ભાવમાં વધારો, પ્રતિ કિલોએ ₹2 મોંઘું થયું ઇંધણ

મોંઘવારી / અમદાવાદમાં CNGના ભાવમાં વધારો, પ્રતિ કિલોએ ₹2 મોંઘું થયું ઇંધણ

Published By: Vishal Khamar

Last Updated: 03:49 PM, 19 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંઘવારીના માર વચ્ચે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGની કિંમત પણ વધી છે. અદાણી ગેસે CNGના ભાવમાં વધારો કર્યો છે.

મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોને વધુ એક આર્થિક ઝટકો લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે CNGના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અદાણી ગેસે CNGની કિંમતમાં પ્રતિ કિલોએ ₹2નો વધારો જાહેર કર્યો છે.

CNGનો ભાવ હવે પ્રતિ કિલો ₹90.02 થયો

નવા દર મુજબ અમદાવાદમાં CNGનો ભાવ હવે પ્રતિ કિલો ₹90.02 થયો છે. અગાઉની સરખામણીએ થયેલા આ વધારાથી ખાનગી વાહનચાલકો ઉપરાંત CNG આધારિત ઓટોરિક્ષા અને કોમર્શિયલ વાહનચાલકો પર પણ વધારાનો ખર્ચ આવશે.

પરિવહન ખર્ચમાં વધારો થવાની શક્યતા

ઇંધણના વધતા ભાવોના કારણે પરિવહન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે, જેની અસર સામાન્ય લોકોના દૈનિક ખર્ચ પર પણ પડી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ઇંધણના ભાવમાં થતા સતત ફેરફારો વચ્ચે CNGના આ વધારાએ વાહનચાલકોની ચિંતા વધારી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ અને કપડવંજ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસનું કનેક્શન આવ્યું સામે, ગેરકાયદે ફેક્ટરી અને તંત્રની બેદરકારી અંગે અનેક ખુલાસા

નવી કિંમતો અમલમાં આવતાં અમદાવાદમાં CNGનો દર હવે પ્રતિ કિલો ₹90.02 થઈ ગયો છે, જેના કારણે લાખો CNG વપરાશકર્તાઓના માસિક ખર્ચમાં વધારો થવાની સંભાવના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Adani Gas CNG price hike Ahmedabad CNG price CNG price today

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ